રાજયભરમાં સીએનજી પંપ સંચાલકોની અચોકકસ મૂદતની હડતાલ મુલતવી
છેલ્લા 55 માસથી ઓઈલ કંપનીઓ દ્વારા માર્જીનમાં કોઈજ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોવાના વિરોધમાં રાજયભરમાં સીએનજી પંપના સંચાલકો આજથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાના હતા. દરમિયાન ઓઈલ કંપનીઓએ આગામી 20 માર્ચ સુધીમાં કમિશનમાં વધારો કરવાની લેખીતમાં ખાતરી આપતા હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠકકર, જનરલ સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણી અને સીએનજી કોઓર્ડિનેટર ગોપાલભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે ફેડરેશન દ્વારા આજે શુક્રવારથી સીએનજીનું વેચાણ બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે. કે છેલ્લા 55 માસથી ડીલર માર્જીનમાં કોઈ વધારો થયો ન હતો. એલાનને કારણે ગાંધીનગર ખાતે સીવીલ સપ્લાય ડીપાર્ટમેન્ટ ગર્મેન્દ્ર ઓફ ગુજરાતની હાજરીમાં ત્રણેય ઓઈલ કંપનીના ઓફિસરના અધિકારીઓ, ગેસ કંપનીના ઓફિસર તથા ફેડરેશનના તમામ કમીટી સભ્યોની હાજરીમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઈઓસી કંપનીના સીએલસીએ લેખીત પત્ર આપ્યો છે કે ડીલર માર્જીન 20મી માર્ચ સુધીમાં વધારી આપશે. ફેડરેશનની માંગણી હતી તેને લેખીતમાં બાંહેધરી આપી દીધી છેકે 20 માર્ચ સુધીમાં અમે તમનેઆપી દઈશું. ડિલરના પ્રશ્ર્નનું નિરાકરણ થઈ ગયું છે. અમે જે એલાન આપ્યું છેતે અમે પાછું ખેંચી લેવામાં આવ્યું છે.