નાતાલ આવે એટલે દરેકને કેક તો યાદ આવે જ. સાથે કોઈ પણ જગ્યા એ પાર્ટી હોય તો એમાં નવું શું બનાવું એ પ્રશ્ન દરેકને ક્યારેક થતો હોય છે. જેનાથી આ પાર્ટીમાં લાગે કઈક એકદમ નવું. તો આ નાતાલ માટે અનુરૂપ અને આ ખાસ વાનગી.

કપકેક બનાવા માટે મુખ્ય સામગ્રી :-

  • ૨00 ગ્રામ મેંદો
  • ૧.૫ ટેબલસ્પૂન બેકિંગ પાઉડર
  • ૧/૨ ટેબલસ્પૂન બેકિંગ સોડા
  • ૬૫ ગ્રામ ખાંડ (કેસ્ટર)
  • ૭૦ ગ્રામ સોલ્ટેડ બટર
  • ૧ ટેબલસ્પૂન કૉફી પાઉડર
  • ૧ કપ હોટ વોટર
  • ૧/૨  ટીન સ્વીટ ક્ન્ડેન્સ્ડ મિલ્ક
  • ૫-૬ ટેબલસ્પૂન કોકો પાઉડર
  • ૧ ટેબલસ્પૂન વેનીલા એસેન્સ

તેને સજાવવા માટેની સામગ્રી :-

આઇસક્રીમ કોન્સ
વ્હાઇટ વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ
ગ્રીન વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ
સ્પ્રિઁક્લ સ્ટાર/બોલ્સ

આ કપ કેક બનાવાની રીત :-

  • સૌ પ્રથમ કપ કેક મોલ્ડ/ ટીનને ગ્રીસ કરી લેવું અને ઓવનને 160’C પર પ્રિ હિટ માટે મૂકવું.
  • ગરમ પાણીમાં કૉફી પાઉડર ઉમેરી મિક્ષ કરી બાજુ પર રાખવું.
  • એક બાઉલમા મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાઉડર લઇ મિક્ષ કરી 3 વાર ચાળી લેવું.
    બીજા બાઉલમા ક્રીમ, બટર અને ખાંડ લઇ વ્હાઇટ ફ્લ્ફી ન થાય ત્યાંસુધી મિક્ષ કરવું, પછી તેમા વેનીલા અને ક્ન્ડેસ્ડ મિલ્ક ઉમેરી મિક્ષ કરવું. પછી મેંદાવાલુ મિક્ષણ અને કૉફીવાલુ મિક્ષણ એક પછી એક ઉમેરી બરાબર મિક્ષ કરવું.
  •  બેટર થિક પણ પોરિંગ હોવુ જોઈએ.
  • હવે કપકેક મોલ્ડમા બેટર૧/૨-૨/૩ જેટલું ભરવું.
  •  પ્રિ હિટેડ ઓવનમા ૧૫ મિનિટ માટે બેક કરવું.
  • કપકેક ઠંડા થાય ઍટલે મોલ્ડમાથી કાઢી લેવા.
  •  વ્હાઇટ ફ્રોસ્ટિંગ કપકેક ઉપર સ્પ્રેડ કરી, આઈસ ક્રીમ કોન ઉંધો મૂકી ગ્રીન ફ્રોસ્ટિંગ પાઇપિંગ બેગમા ભરી સ્ટાર નોઝલ વડે કોન પર સ્ટાર બનાવવા.
  • સ્પ્રિઁક્લ સ્ટારથી ગાર્નિશ કરવું.
  •  તો તૈયાર છે ક્રિસમસ ટ્રી કપકેક.

તો આ ક્રિસમસ અવશ્ય બનાવો કઈક આ પ્રકારની કેક અને તમારા નાતાલને ઉજવો એકદમ ખાસ.

7537d2f3 19

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.