આવો રે… આવો… મહાવીર નામ લઇએ…
ભકિત સંગીત સંઘ્યામાં અંજલીબેન રૂપાણીની ઉ૫સ્થિતિ: સુપ્રસિઘ્ધ સ્તવનકાર અંકુર શાહ, નિધી ધોળકીયા, ભાસ્કર શુકલા, મેહુલ દવેએ સૂર રેલાવ્યા
રાજકોટની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝને આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દર વર્ષે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત અનુપમ-દિવ્ય અને ભવ્ય હ્રદયસ્પર્શી ભકિતરસના અપૂર્વ આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટના બાલભવન ખાતુે સતત છઠ્ઠા વર્ષે અહોભાવ અને ભકિતપૂર્વક ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે શ્રઘ્ધાના સથવારે ભકિત સંગીત સંઘ્યાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે પણ સુવિખ્યાત સ્તવકારો અંકુશ શાહ, નિધિ ધોળકીયા અને ભાસ્કર શુકલાએ ભકિતસંઘ્યાને અનોખી બનાવી હતી. આ તકે જૈન વિઝનના વિવિધ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત આ તકે ભાજપ મહીલા મોરચા પ્રમુખ અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જૈનમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુજેમાં ૨૪ અલગઅલગ ફલોટસ કાર, બાઈક સવારો તથા ૧૦૫ ઉપરાંત બાળકો વેશભૂષામાં ભાવ લઈ જૈનોમાં અનેરો ઉત્સાહ છે.આ શુભ અવસરે અપૂર્વભાઈ મણીયાર, સુજીતભાઈ ઉદાણી, અમિનેષભાઈ રૂપાણી, સી.એમ. શેઠ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મનોજભાઈ ડેલીવાળા સહિતના જૈન અગ્રણી, મહાનુભાવો જોડાયા હતા તથા બહોળી સંખ્યામાં જૈન ભાઈઓ, બહેનો, બાળકો જોડાયા હતા.
મહાવીર કલ્યાણક મહોત્સવના સહભાગીઓને શુભેચ્છા: ગીરીશભાઈ મહેતા
આ તકે ગીરીશભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે મહાવીર કલ્યાણક જન્મ મહોત્સવ નિમિતે છેલ્લા પાંચ વર્ષથી આવો રે આવો મહાવીર નામ લઈએ અંતર્ગત ભકિત સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું છે. જૈન વિઝન દ્વારા હર વર્ષે લોકોને ૧૫ થી ૧૭ કાર્યક્રમો આપવામાં આવે છે. આ વખતે પણ બાલાશ્રમ, વૃધ્ધાશ્રમમાં કેરીના રસનું વિતરણ, ઝુંપડપટ્ટીના બાળકોને ચપ્પલનું વિતરણ, જૈન કુકીંગ સ્પર્ધા, ચકલા-કબુતરને ચણ, જૈન દર્શન અને હવે આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્રમ થયો છે. તેમાં સહભાગી બધા જ મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ લોકોનો આવો જ સહકાર મળી રહે એવી આશા રાખું છું.
યુવાઓએ પણ રસપૂર્વક સંગીત સંધ્યા માણી: ધીરેનભાઈ ભરવાડા
વિઝનના ધીરેનભાઈ ભરવાડાએ જણાવ્યું હતુ કે આજથી પાંચ વર્ષ પહેલા અમે આવો રે આવો મહાવીર નામ લઈએ નામનો ભકિતસંગીતનો કાર્યક્રમ લોકોને આપવાની શ‚આત કરી હતી જેનો આજે અમે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ચૂકયા છીએ. આ તકે અનેક ખ્યાતનામ કલાકારોને અમે લાવ્યા છીએ ગયા વષે ભકિતસંગીત અંતર્ગત અમે મનહર ઉદાસ સાહેબને બોલાવ્યા હતા. આ વખતે પણ અમે સુરતથી અંકુરભાઈ શાહને લાવ્યા છીએ. આ તકે જૈન શ્રાવક શ્રાવિકાઓ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. અમારે ત્યાં એવું હોય છે કે ભકિતસંગીત એટલે માત્ર વડીલો જતાં હોય, પરંતુ આ વખતે તેમાં યુવાઓ પણ જોડાય રહ્યા છે. અને આ ભકિતસંગીતને માણી રહ્યા છે.
શ્રધ્ધાના સથવારે ભકિત સંગીતનો અદભૂત આનંદ: ભરતભાઈ દોશી
ભરતભાઈ દોશીએ જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષથી અમે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે શ્રદ્ધાના સથવારે સુવિખ્યાત સ્તવનકારો અંકુર શાહ, નીધી ધોળકીયા, ભાસ્કર શુકલાના રાગમાં ભકિત સંગીત સાંભળવાનું છે. આ તકે જૈન વિઝનના દરેક સભ્યોકે જેમણ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ ઉપરાંત આગળ પણ જૈન વિઝન લોકોને આવા જ સુંદર કાર્યક્રમો આપતુ રહેશે તેમ વધુમાં કહ્યું હતુ.