Abtak Media Google News
  • રૂદ્ર એટલે દુ:ખનાશક પાપનાશક અને જ્ઞાનદાતા: રૂદ્રાષ્ટાધ્યાયીને યજુર્વેદનો જ ભાગ માનવામાં આવે છે
  • દેવશયની એકાદશી થી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે ત્યારે ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે

ભગવાન શિવને દુ:ખોનો નાશ કરનાર પણ કહેવામાં આવ્યા છે. એ દરમિયાન રુદ્રી પૂજાનું વિશેષ મહત્વ હોય છે લઘુ રુદ્ર પૂજાનો સામાન્ય અર્થ એ છે કે શિવ ની એવી પૂજા જે વ્યક્તિના તમામ દુ:ખોનો નાશ કરે છે. તમને જણાવી દઈએ કે આ શબ્દનો ઉલ્લેખ યજુર્વેદ માં ઘણી વખત કરવામાં આવ્યો છે. ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.શિવના આ સ્વરૂપની પૂજા કરવા થી મનુષ્યના અનેક જન્મોના કર્મો સાફ થઈ જાય છે.

રુદ્ર પણ ભગવાન શિવનું એક નામ છે. રુદ્ર શબ્દના મહિમાના વખાણ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. આ શબ્દનો ઉલ્લેખ યજુર્વેદમાં ઘણી વખત કરવામાં આવ્યો છે. રુદ્રાષ્ટાધ્યાયીને યજુર્વેદનો જ ભાગ માનવામાં આવે છે. રુદ્ર એટલે રુત અને રુત એટલે કે દુ:ખોનો નાશ કરનાર એટલે કે દુ:ખનો નાશ કરનાર રુદ્ર એટલે કે ભગવાન શિવ છે, કારણ કે તે સમગ્ર સંસારના દુ:ખોનો નાશ કરે છે અને જગતનું ભલું કરે છે.

શિવ રુદ્રષ્ટાધ્યાયી (રુદ્રી પાઠ) – શાસ્ત્રો અનુસાર, જેના વિના દરેક શિવ પૂજા અધૂરી છે. ,

રૂદ્રાચન અને રુદ્રાભિષેકથી આપણાં ખરાબ કર્મો પણ ભસ્મીભૂત થઈ જાય છે અને સાધકમાં શિવત્વ વધે છે અને ભક્તને ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે માત્ર સદાશિવ રુદ્રની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓ આપોઆપ પૂજાય છે. રુદ્રહૃદયોપનિષદમાં શિવ વિશે કહેવામાં આવ્યું છે  રુદ્ર તમામ દેવતાઓના આત્મામાં વિદ્યમાન છે અને રુદ્ર તમામ દેવતાઓની આત્મા છે.જો કે રુદ્રાભિષેક કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ ત્રયોદશી તિથિ, પ્રદોષ કાલ અને સોમવારે કરવાથી ખૂબ જ લાભ થાય છે. કોઈપણ દિવસે રુદ્રાભિષેક કરવો. શ્રાવણ મહિનો અદ્ભુત છે અને તે તે છે જે ઝડપી પરિણામ આપે છે.

જે કલ્યાણની સાત્વિક ભાવના સાથે શિવજી ની  રુદ્રીની ઉપાસના કરે છે તેના બધા જ દુ:ખો દૂર થાય છે અને જીવનમાં શાંતિ પામે છે રુદ્ર શબ્દનો અર્થ જોઈએ તો રુદ્ર એટલે કે દુ:ખ નાશક પાપનાશક અને જ્ઞાનદાતા છે

રૂદ્રી ત્રણ પ્રકારે આવે છે (1) શુકલ યજુર્વેદિય 2) કૃષ્ણ યજુર્વેદિય (3) ઋગ્વેદીય

આ ત્રણેય રુદ્રી ને વૈદોક્ત રૂદ્રી કહેવામાં આવે છે. તેમાં આપણે ત્યાં મુખ્યત્વે શુક્લ યજુર્વેદી રૂદ્દી બોલવામાં આવે છે. વેદ એ શિવ છે અને શિવ એ જ વેદ છે, એટલે કે મહાદેવજી વેદ સ્વરૂપે છે. ભારતીય સંસ્કૃતિમાં વેદનો મહિમા અપાર છે, આથી જે વેદના મંત્રો દ્વારા મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે. શિવ અને રૂદ્ર બન્ને એક જ છે. સત એટલે કે દુ:ખોને દૂર કરનાર સતમુ-દુ:ખમું નાશયતીતિ રૂદ્ર:

રુદ્રી તે વેદનો જ સાર છે. એટલે કે રૂદ્રીના મંત્રો વેદમાંથી લીપેલા છે. જેમ દૂધમાંથી જ માખણ અને તેમાંથી ઘી બને તેમ વેદના સાર રૂપ રૂદ્રી છે. રૂદ્રી મા ગૃહસ્થધર્મ. રાજપર્મ. જ્ઞાન, વૈરાગ્ય, અને શાંતિનું વર્ણન કરવામાં આવેલ છે જે મનુષ્ય રૂદ્રીના પાઠ કરે છે. હોમ કરે છે તે મનુષ્ય સ્વયં રુદ્રરૂપ થઇ જાય છે. રૂદ્રીના મંત્રોના કેવળ શ્રાવણ માત્રથી જ મોક્ષ ની પ્રાપ્તિ થઇ શકે છે તો બીજા જીવનના સામાન્ય બાબતો પણ સરળતાથી દૂર થાય છે.

વેદનું મહત્વ જોઇએ તો પૃથ્વી અનેક તત્વોથી બનેલી છે. આકાશ, જળ, વાયુ, ગરમી (ઉષા), સંધ્યા તથા ઈન્દ્ર, સૂર્ય, ચંદ્ર,રુદ્ર, વિષ્ણુ વગેરે દેવતાઓની સ્તુતી રૂદ્રી માં સમાયેલ છે.

રૂદ્રીના છ અંગ છે. પહેલા અધ્યાય માં શિવ સંકલ્પસુક્ત તે હૃદય છે. બીજો અધ્યાય પુરૂષસુક્ત તે  સિર છે તેમજ ઉત્તર નારાયણ સુક્ત તે હૃદય છે. ત્રીજા અધ્યાયને આ પ્રતિરથ સુક્ત કહે છે તે કવચ છે . ચોથો અધ્યાય મૈત્રસુક્ત છે તે નેત્ર છે. પાંચમો અધ્યાય શતરુદ્રીય છેસંપૂર્ણ રૂદ્રીનું વર્ણન કરવું મુશ્કેલ છે અને હજુ સુધી પૂર્ણ રીતે કોઇ કરી શકેલ નથી, પરંતુ અહીં ટૂંક માં રજૂ કરૂ છું.

રૂદ્રીના આઠ અધ્યાયનું મહાત્ત્મ્ય

  • * રૂદ્રીનો પહેલો અધ્યાય ગણપતિજીનો કહેવામાં આવે છે. તેમાં પહેલો મંત્ર પણ ગણપતિજીનો છે. બીજો અને ત્રીજો મંત્ર ગાયત્રી અદિ વૈદિક છન્દનો છે. ત્યારબાદના મંત્રોમાં તન્મે મન: શિવસંકલ્પ મસ્તુ પદ આવે છે. તેને શિવસંકલ્પસુક્ત કહેવામાં આવે છે. જે માનસિક શાંતિ આપનાર છે. પહેલા અધ્યાયમાં 10 મંત્રો છે.
  • * બીજો અધ્યાય વિષ્ણુ ભગવાનનો માનવામાં આવે છે. આ અધ્યાયને વિરાટ પુરૂષનો મહાયજ્ઞ કહેવામાં આવે છે. રૂદ્રીના બીજા અધ્યાયના મંત્રો ખાસ કરીને બધી જ ષોડસોપચાર પૂજામાં ઉપયોગ લેવામાં આવે છે. બીજા અધ્યાયના 16 મંત્રો બાદના છ મંત્રોને ઉત્તર નારાયણ સુક્ત કહેવાય છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસના તથા શ્રી રામચંદ્ર ભગવાનની ઉપાસના માટે રુદ્રી નો શ્રેષ્ઠ છે આમ બીજા અધ્યાયમાં કુલ 22 મંત્રો છે.
  • * રૂદ્રીનો ત્રીજો અધ્યાય અપ્રતીરત સુક્ત કહેવામાં આવે છે. આ અધ્યાયના દેવતા ઈન્દ્ર માનવામાં આવે છે. આ અધ્યાયની ઉપાસનાથી શત્રુબળ ઓછુ થાય છે. એટલે જ ત્રીજા અધ્યાયને અપ્રતીરથ સુક્ત કહેવામાં આવે છે, ત્રીજા અધ્યાયમાં 17 મંત્રો છે. એક માન્યતા પ્રમાણે આ અધ્યાય નો પાઠ કરવાથી પ્રેત પીડા દૂર થાય છે
  • * રૂદ્રીનો ચોથો અધ્યાય મૈત્ર સુક્ત કહેવામાં આવે છે. સૂર્ય ભગવાનની સ્તુતિ છે. સૂર્યનો વૈદોક્ત મંત્ર આજ અધ્યાયમાં છે. સૂર્ય ઉપાસના માટે આત્મબળ મેળવવા માટે રુદ્રી નો ચોથો અધ્યાય ઉત્તમ ગણવામાં આવે છે(5) રૂદ્દીનો પાંચમો અધ્યાય સ્વયં મહાદેવજીનો તે ગણવામાં આવે અને શતરૂદ્રિય પણ કહેવામાં આવે  છે. પાંચમાં અધ્યાયમાં મહાદેવજીનું વર્ણન છે. આ અધ્યાયનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી બધા જ દુ:ખો અને પાપો નો નાસ થાય છે. આ અધ્યાય મા મહાદેવજીના અનેક સ્વરૂપોનું વર્ણન છે. તથા રુદ્રી ના આ પાંચમા  અધ્યાય માં સ્થાવર-જંગમ બધા જ વર્ણો જાતી  મનુષ્ય, દેવ, પશુ, વનસ્પતિના સ્વરૂપોનું વર્ણન કરી માન આપવામાં આવે છે અને સિદ્ધ કરવામાં આવેલ છે. આ અધ્યાયમાં કુલ 66 મંત્રો છે.
  • * છઠ્ઠો અધ્યાય મહચ્છિરના રૂપમાં છે. તેમાં  પહેલા મંત્રમાં સોમદેવતાનું વર્ણન છે તથા આ  અધ્યાયમાં મહામૃત્યુંજય મંત્ર પણ છે. મહાદેવજીની પણ પ્રાર્થના મૃત્યુંજય મંત્રમાં છે. આ અધ્યાયમાં 8 મંત્ર છે
  • * સાતમો અધ્યાય જટા કહેવામાં આવે છે.
  • આ અધ્યાયમાં મરૂત દેવતાનું વર્ણન છે. આ અધ્યાયના ન પાછલા મંત્રોનો ઉપયોગ અન્તયેષ્ટિ કર્મમાં કરવામા આવે છે.
  • * આઠમા અધ્યાયને ચમક અધ્યાય કહે છે. આ અધ્યાયના દેવતા અગ્નિ છે. મનુષ્ય જીવનમાં જેટલી સંસારિક વસ્તુની જરૂર હોય તે યજ્ઞ દ્વારા પ્રાપ્ત થાય તેમાં મંત્રો આ અધ્યાયમાં આપવામાં આવેલ છે તથા જનસેવા પરોપકારનું શુભ ભાવનાનું રહસ્ય પણ આજ અધ્યાયમાં છે. 29 મંત્રોનો આ અધ્યાય છે. તે ઉપરાંત ઉપસંહારના 24 મંત્રો છે જે શાંતિ અધ્યાયના રૂપમાં બોલવામાં આવે છે.

રૂદ્રીનું સંપૂર્ણ રહસ્ય હજુ સુધી કોઈ સમજી શક્યું નથી અને વર્ણવી શક્યું નથી

આ રુદ્રીના આઠ અધ્યાય સળંગ બોલવાથી એક વેદોક્ત રુદ્રી ગણાય છે જ્યારે રુદ્રી આખી રુદ્રી અને પાંચમો અધ્યાય 11વાર બોલવાથી રુદ્રી એકાદશીની કહેવાય છે અને આખી રુદ્રી તથા પાંચમો અધ્યાય 121 વાર બોલવાથી લઘુરુદ્ર કહેવાય છે આમ ત્યારબાદ ચડતા ક્રમમાં મહા રુદ્ર અતિ રુદ્ર કોટી રુદ્રા આવે છે રુદ્રીનું અનુષ્ઠાન પાઠાત્મક અભિષેક દ્વારા તથા હવન દ્વારા પાઠશાળામાં અભ્યાસ કરેલ વેદ ના જાણકાર બ્રાહ્મણો દ્વારા કરાવી શકાય છે.

લઘુ રૂદ્ર પૂજાનું મહત્વ

  • રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે “રુદ્રી.”રુદ્રી વિશે કહેવાય છે કેરુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર
  • એટલે કે, રુત એટલે કે દુ:ખ અને દુ:ખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી.
  • વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.
  • રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે.

જન્મકુંડળીમાં રહેલા શ્રાપિત દોષ આધારે રૂદ્રી ઉપાસના કરવી જરૂરી

મહાદેવજીની રુદ્રી એટલે કે રુદ્ર ઉપાસના દ્વારા જન્મકુંડળીમાં રહેલ શ્રાપિત દોષ . વિષયોગ જેવા અશુભ યોગો નુ નિવારણ થાય છે તે ઉપરાંત જેવોને જીવન મા પ્રગતિ થતી ન હોય તો મહાદેવજીને ઉપાસના કરવી જોઈએ અને ખાસ કરીને બીમારી માટે મહાદેવજીની રુદ્રી તે અક્સીર ઈલાજ છે વાયુ પુરાણ પ્રમાણે ફક્ત રુદ્રીના બીજા અધ્યાય નો પાઠ કરવાથી મનુષ્ય મહાદેવજી માં પ્રવેશ કરે છે તો આખી રુદ્રીનો તો કહેવું જ શુ અને પાંચમા તથા આઠમાંથી એનો પાઠ કરવાથી મનુષ્ય બ્રહ્મલોક ને પામે છે અને આખી રુદ્રી નો પાઠ કરાવવાથી રોગ અને પાપ માંથી મુક્ત થાય છે અને જીવનમાં શાંતિ પામે છે અને ખાસ વાત એ છે કે શિવા જલધારા પ્રિય મહાદેવજી ની શિવલિંગ ઉપર જળખાસ ચડાવવું જોઈએ જેનાથી મહાદેવજી ખુશ થાય છે એટલે કે શિવજીને જળ ચડાવાથી જીવનમાં શાંતિ મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.