એસ.ટી. ડીવીઝને તાત્કાલીક નવી ડીઝાઇન બનાવી વડી કચેરીએ મોકલી
રાજકોટ અઘતન નવું એરપોર્ટ કક્ષાનું બસ સ્ટોપનું ખાત મુહુર્ત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે કર્યાને ૩ મહીના જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. નવું અઘતન બસ સ્ટેશન બનાવાની કામગીરી અને ત્યારબાદ સ્થળાંતર કરવાની પ્રક્રિયા ખુબ જ જટીલ બની છે. રાજકોટમાં બે જગ્યાએ એસ.ટી. સ્થળાંતરની જગ્યાઓ નકકી કરવામાં આવી છે. જેમાં એક શાસ્ત્રી મેદાન અને માધાપર ચોકડી પાસે ર વર્ષ સુધી એસ.ટી. સ્ટેન્ડનું નિર્માણ થવાનું છે. પરંતુ જુની ડીઝાઇન વડી કચેરીએ નામંજુર કર્યા બાદ તાત્કાલીક ધોરણે નવી ડીઝાઇન તૈયાર કરીને મોકલાઇ છે. તેવું રાજકોટ એસ.ટી. વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.
શહેરમાં ૧૫૪ કરોડ ‚પિયાના ખર્ચે બસ સ્ટોપ નું નિર્માણ થનાર છે. નવા બસ સ્ટેશનની કામગીરી જયાં સુધી ચાલે ત્યાં સુધી હંગામી ધોરણે વર્તમાન ધોરણે શાસ્ત્રી મેદાન અને માધાપર ચોકડી ખાતે સ્થળાંતર નકકી કરાયું છે. પરંતુ ખાતમુહુર્તના ૩ મહિનાથયા છતાં હજુ સુધી સ્થળાંતર થયું નથી.
દિનેશ જેઠવાએ વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રી મેદાન ખાતે બસ સ્ટેન્ડના સ્થળાંતરની નવી ડીઝાઇન વડી કચેરીમાં મોકલી દેવાઇ છે. મંજુરી મળ્યા બાદ તરત જ સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજીત ૧૫મી ઓગષ્ટ સુધીમાં એસ.ટી. ડેપો શાસ્ત્રીમેદાન અને માધાપર ચોકડી એમ બે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શાસ્ત્રીમેદાન ખાતેની જુની ડીઝાઇન મુજબ અનેક વિદનો આવવાથી સ્થળાંતરની પ્રક્રિયા અટકીને પડી છે. જુની ડીઝાઇન મુજબ લીમડા ચોક પાસેના દરવાજાથી અવા જવર થાય તો ટ્રાફીકની સમસ્યા વધે અને લોકોને મુશ્કેલી પડે જયારે રાજકુમારની સામેના દરવાજામાં બાજુમાં લેડીસ જીમ હોવાથી ગેટ ચાલુ રાખવો અશકય છે. હાલમાં તુરત નવી ડીઝાઇન વડી કચેરીએ મોકલી આપવામાં આવી છે.
અને મંજુરી મળે ત્યારબાદ તુરત સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ થશે. અને અંદાજીત ૧પમી ઓગષ્ટ સુધીમાં એટલે એકાદ મહીનામાં હંગામી બસ સ્ટેશન શાસ્ત્રી મેદાન અને માધાપર ચોકડી ખાતે કાર્યરત થશે.