How to Make Frozen Yogurt : દરેક વ્યક્તિના રસોડામાં દહીંનો ઘણો ઉપયોગ થાય છે. લોકો તેને ખાવાની સાથે આરોગે પણ છે. આ સિવાય લોકો અનેક વાનગીઓ બનાવતી વખતે સ્વાદ વધારવા માટે દહીં પણ ઉમેરે છે. જોકે, દરરોજ દહીં ખરીદવું પણ સારું નથી. તેથી તેને ઘરે જ તૈયાર કરવું સ્વાસ્થ્યપ્રદ રહેશે. પણ હવે સમસ્યા એ ઉભી થાય છે કે બજાર જેવું જાડું દહીં કેવી રીતે તૈયાર થશે? તો જાણો કે તમે દુકાન જેવુ દહીં ઘરે કેવી રીતે તૈયાર કરી શકો છો.
દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીં તમારા પેટને સ્વસ્થ રાખે છે. તેમજ તમારી ત્વચાની ચમક વધારે છે. દહીંનું સેવન સ્વાસ્થયની સાથોસાથ અનેક બીમારીઓ માટે પણ ફાયદાકારક છે. ઘરે દહીં બનાવવા માટે તમારે મેળવણની જરૂર પડે છે. જ્યારે બજારમાંથી ખરીદેલું દહીં પૂરું થવા લાગે છે. ત્યારે લોકો તેને 1-2 ચમચી મેળવણ માટે રાખે છે અને તેને નવા દૂધમાં નાખે છે. ત્યારબાદ તેને આખી રાત છોડી દે છે. જેથી તેમને બીજા દિવસે નવું દહીં મળે. જો તમારી પાસે પણ દહીંમાં નાખવા મેળવણ ન હોય તો તમે ઘરમાં પડેલા મરચાની મદદથી દહીંને મેળવી શકો છો.
મરચાંનો ઉપયોગ કરો
મરચાંના ઉપયોગથી દહીંને જમાવવા માટે, તમારે સૌપ્રથમ ફ્રિજમાં પડેલા 3-4 લીલા મરચાંની જરૂર પડશે. તેની મદદથી તમે સંપૂર્ણ દહીં જમાવી શકો છો. દૂધ ઉકાળ્યા પછી તમારે તે ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. હવે જે વાસણમાં તમે દહીં જમાવવા માંગો છો તેમાં દૂધ મૂકો. હવે 4 થી 5 લીલાં મરચાં લો અને તેના પરની દાંડી તોડીને દૂધમાં નાખો. આ પછી દૂધને રસોડામા રહેવા દો. સવાર સુધીમાં દહીં બજાર જેવું જામી જશે. હવે તેને ફ્રિજમાં રાખો અને તેને લંચ કે બ્રેકફાસ્ટમાં ફ્રેશ સર્વ કરો.
દહીં જમાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું
- ફુલ ક્રીમ દૂધ લેશો તો દહીં ઘટ્ટ થઈ જશે.
- જો તમારે દહીંને ઘરે જ તૈયાર કરવું હોય તો દહીંના વાસણને ટુવાલથી ઢાંકીને રાખો.
- તમારે મલાઈ જેવું દહીં બનાવવું હોય તો દૂધને ઉકાળતી વખતે મિલ્ક પાવડર નાખો.
- જો દહીં જામી જાય તો તેને 2 કલાક માટે ફ્રીજમાં રાખો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.