મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીનું રાજકોટમાં આગમન : રાત્રે ૯:૪૫ સુધી રોકાણ કરશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે રાજકોટમાં આગમન થયું છે. આજે સવારે તેઓ હવાઇમાર્ગેથી રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેઓ પહોંચ્યા હતા. ભાજપ અગ્રણીઓએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કરીને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ પોતાની જૂની દુકાનમાં ચોપડાપૂજનમાં હાજર રહ્યા હતા. આજનો દિવાળીનો દિવસ તેઓ રાજકોટમાં વિતાવવાના છે.
વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજના દિવાળીના દિવસે ગુજરાતની સર્વે જનતાને ખુબ ખુબ શુભકામના પાઠવું છું. માઁ લક્ષ્મી શારદા અને સરસ્વતીનો આ તહેવાર છે. આપણી સંસ્કૃતિનું આ સૌથી મોટો ઉત્સવ છે રાજકોટ દિવાળી અને સાતમ આઠમની ઉજવણી ખૂબ જ સારી રીતે કરે છે તેમાં સહભાગી થવા આવ્યો છું વેપારી લોકો પર ચોપડા પૂજન કરી ઉજવણી કરે છે તમામ વેપારીઓને પણ મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં ગુજરાત આત્મનિર્ભર બને તમામ લોકો સુખી સમૃદ્ધ બને તેવી શુભકામના પાઠવું છું. કોરોના સંક્રમણ વચ્ચે આનંદથી ઉમંગથી અને ઉલ્લાસથી આપણે સૌ તહેવારો ઉજવીએ માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરીએ અને કોરોના સંક્રમણ થી દૂર રહીએ તેવી પણ લોકોને હું વિનંતી કરું છું.
અયોધ્યામાં પણ ખુબ જ ઉત્સાહ છે રામ મંદિર બની રહ્યું છે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે જે રીતે અયોધ્યામાં સ્વાગત થયું હશે તેની પ્રતિકૃતિ જોવા મળી એક ભવ્યતાથી દિવ્યતાથી સૌએ ત્યાં ઉજવણી કરી.૮ બેઠકની પેટા ચૂંટણીમાં બધા ઉમેદવારો ભારે બહુમતીથી વિજેતા થયા છે એ જ બતાવે છે કે આ તો માત્ર એક ટ્રેલર છે ગુજરાતની જનતા અને સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે વિશ્વાસથી કામ કરી રહી છે તેનું આ ઉત્તમ પરિણામ સામે આવ્યું છે. વિકાસની રાજનીતિ સ્વીકારી લોકોએ શ્રદ્ધાથી અપેક્ષાથી મત આપ્યા છે તે વિશ્વાસ ને અમે ડગવા દેશું નહીં. લોકોની અપેક્ષા આકાંક્ષા અને સપનાઓ પુરા થાય છે અને પુરતા પ્રયત્નો કરીશું આ પેટા ચૂંટણીના પરિણામો એક દિશા દર્શાવે છે આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓ ,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.