દાડમ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે. તેના નાના નાના દાણામાં રસથી ભરપુર હોય છે. તેના બીજ અને છાલમાં પણ કેટલાય ગુણ હોય છે. દાડમનું સેવન કરવતથી દિલસાથે જોડાયેલી બીમારીઓથી બચાવ થઈ શકે છે.
દાડમના 7-9 પાંદડાઓ વાટીને એક ટિકિયા બનાવો.ઘીમાં ગરમ કરી બાંધવાથી બાવાસીરના મસ્સામાં ખુબ લાભ થાય છે.દાડમના 10 ગ્રામ તાજા પાંદડાઓ 100 ગ્રામ પાણીમાં પીસી અને ગાળીને સવારે અને સાજે પીવાથી અનીયત્રિત ધડકાનમાં લાભ થાય છે અને હદય રોગમાં ફાયદો થાય છે. દાડમનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઓછું થાય છે. આ કારણે હાર્ટઅટેક, સ્ટ્રોક અને કિડનીની બિમારીઓનું જોખમ ઓછું થાય છે.ઝાડા હોયતો દાડમની આજુબાજુ માટીનો લેપ કરી તેને ગરમ કરી.તે પછી દાણાનો રસ કાઢી તેમાં મધ ભેળવી પીવાથી લાભ થાય છે .