આજ સાંજ સુધીમાં મીગ વિમાનના તમામ સ્પાર્ટસ રાજકોટ આવી જશે: સ્ટે.ચેરમેન
સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના કાલાવડ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કોટેચા ચોકના સર્કલ ટૂંકી કરવામાં આવ્યું છે અને અહીં એરફોર્સનું મિગ-૨૭ વિમાન મુકવામાં આવનાર છે. આગામી દિવાળીના તહેવાર પહેલા કોટેચા ચોકમાં મીગ-૨૭ વિમાન મુકી દેવામાં આવશે તેમ આજે પત્રકાર સાથેની વાતચીત દરમિયાન સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, કોટેચા ચોક ખાતે ભારતીય એરફોર્સની શોભા વધારી રહેલું મીગ-૨૭ વિમાન મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિમાન એરફોર્સ દ્વારા રાજકોટ મહાપાલિકાની નિ:શુલ્ક આપવામાં આવશે. કોટેચા ચોક સર્કલ ટૂંકી કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મિગ વિમાનના અમુક સ્પાર્ટસ પણ રાજકોટ આવી પહોંચ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ પાર્ટસ રાજકોટ આવી જશે. ત્યારબાદ તેના ઈન્સ્ટોલેશનની કામગીરી શ‚ કરવામાં આવશે. દિવાળી પહેલા કોટેચા ચોકમાં મહાપાલિકા દ્વારા મીગ-૨૭ વિમાન મુકી દેવામાં આવશે.