નવરાત્રીના દિવસોમાં ભગવતીને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્તિનું વરદાન મેળવવા માટે ખાસ દિવસો હોય છે. આ સમય દરમિયાન દેવીની આરાધના કરવા માટે કેટલાક મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મન અને શરીરને શુદ્ધ કરીને માં દુર્ગાના આ મંત્રનો પાઠ કરવાથી જીવનના બધા જ કષ્ટ દુર થાય છે અને સુખ શાંતિનું વરદાન મળે છે.
મૃત્યુલોકમાં દુર્ગા સપ્તશ્લોકના સાત મંત્રોનો પાઠ કરવાથી વ્યક્તિને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે. આ મંત્રોના જાપથી ભક્તોને તેના બધા જ પુણ્ય કર્મનું ફળ મળે છે. કળિયુગમાં માણસ માટે આ મંત્રનો જાપ કલ્યાણ કરનાર સાબિત થાય છે. આ મંત્રનો જાપ જે પણ વ્યક્તિ કરે છે તેના બધા જ પ્રકારના ભય અને ચિંતા દૂર થઈ જાય છે. નવરાત્રી દરમિયાન આ મંત્રોનો જાપ કરનાર વ્યક્તિ ઉપર માં દુર્ગાના આશીર્વાદ જીવનભર રહે છે.
નવરાત્રિના 9 દિવસો સામાન્ય દિવસો કરતા વધુ ઉર્જાથી ભરેલા હોય છે. એટલે આ નવ દિવસોમાં દરેક લોકોએ 9 દિવસ સાધના કરી લાભ લેવો જોઈએ. આ દિવસોમાં પુરી ઉર્જા અને એકચિત્ત થઈ મંત્ર જાપ સાધના કરવામાં આવે તો તમે સરળતાથી બ્રહ્માંડની શક્તિઓને પ્રાપ્ત કરી શકાય છે.
જે તમારી આધ્યાત્મિક પ્રગતિ, ઉર્જામાં વધારો કરશે
મંત્રોમાં ખૂબ શક્તિ હોય છે. એક સામાન્ય વ્યક્તિ કોઈ ભાવનાથી મંત્ર જાપ કરે છે પરંતુ સાધક માટે મંત્ર જાપ માટે કેટલાક નિયમો હોય છે. જો આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરુરી છે.
પહેલો મંત્ર
ॐ श्री दुं दुर्गायै नमः
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
ॐ श्रीमहाकाल्यै नमः
બીજો મંત્ર
ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
ત્રીજો મંત્ર
ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।