શ્રીજી ગૌશાળાના સેવા ભેખધારી આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: મુખ્યમંત્રીનો આભાર માન્યો
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી શ્રીજી ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા ગૌવંશ વધ પ્રતિબંધ ધારો અને આકરી સજાની જોગવાઈઓ લાગુ કરી ઘણા વર્ષોી ગૌપ્રેમી અને જીવદયાપ્રેમીઓને લાગણી અને માંગણીઓની સ્વીકૃતિ તાં ગૌપ્રેમીઓમાં આનંદ વ્યાપ્યો હતો જેના ફલસ્વ‚પ શ્રીજી ગૌશાળા ન્યારા રાજકોટ દ્વારા મુખ્યમંત્રીને રાજકોટ ગૌશાળા મુલાકાતે પધારવા તેમજ સંસનું સન્માન સ્વીકારવા નિમંત્રીત કરાયા હતા. શ્રીજી ગૌશાળા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ અને અંજલીબેન વિજયભાઈ ‚પાણી હસ્તે, ભૂદેવો દ્વારા શાોકત મંત્રોચ્ચાર વચ્ચે ગૌપૂજન કરવામાં આવ્યું હતું.
તેમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શ્રીજી ગૌશાળાના હોદ્દેદારોએ જણાવ્યું હતું. શ્રીજી ગૌશાળા ગૌસેવા ઉપરાંત ગૌસંવધર્ન અને ગૌપૂત્ર ચિકિત્સા જેવી વિવિધ પ્રવૃતિઓ કરતું હોય તે સંસ દ્વારા ગૌમૂત્ર અને પંચગવ્યમાંી ઔષધ નિર્માણ કરી ચિકિત્સા કેન્દ્રો દ્વારા વિવિધ પ્રકારના રોગોના દર્દીઓને નિ:શુલ્ક દવા આપી આરોગ્ય લાભ કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાં ચાલતા આવા ૮ ચિકિત્સા કેન્દ્રોના માધ્યમી લાખો રોગીઓને સંસએ આરોગ્ય લાભ કરાવ્યો છે અને હવે સંસ પોતાની લેબોરેટરી સપીત કરી ગૌમૂત્ર દવાઓનું વિધીવત નિર્માણ કરવા જઈ રહી છે.
શ્રીજી ગૌશાળા સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને એમની સરકાર દ્વારા લાગુ ગૌવધ પ્રતિબંધ ધારો અને સજાની આકરી જોગવાઈઓ વિષયે લેવાયેલા સરકારી નિર્ણયને વધાવી લઈ મુખ્યમંત્રીને એમના આ ઐતિહાસિક નિર્ણયની સરાહના સ્વ‚પે તેમજ ક‚ણા અભિયાન, નંદી ઘર યોજના, ૧૦૮ની જેમ પશુ-પક્ષીઓ માટે પણ સઘન સારવારની વ્યવસ્થા અંગે એમ્બયુલન્સ ફાળવણી, વાઈબ્રન્ટ સમીટમાં એગ પાવડર એમ.ઓ.યુ. રદ કરવા સહિતના જીવદયા-ગૌસેવા વિષયક અનેકો નિર્ણયો કરવા બદલ સંસ્થાના ચિકિત્સક અને સંસ્થાના ટ્રસ્ટી ડો.પ્રભુદાસભાઈ તન્ના દ્વારા વિજયભાઈને સ્મૃતિચિહન અર્પણ કરી એમના પ્રતિ આભાર અહોભાવ વ્યકત કરાયો હતો. સંસ્થાના અન્ય ટ્રસ્ટી જયંતીભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર, રમેશભાઈ ઠકકર સહિતનાઓએ તેમને ગૌસ્વ‚પ અર્પણ કર્યું હતું. તે ઉપરાંત સંસ્થાના નરેન્દ્રભાઈ ગંગદેવ, મિતલભાઈ ખેતાણી, ચંદુભાઈ રાયચુરા, દિલીપભાઈ સોમૈયા, ગોપાલભાઈ બગડાઈ, નાથાભાઈ રાયચુરા વિગેરેએ મુખ્યમંત્રીનું માલ્યા અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી મુખ્યમંત્રી બન્યા પૂર્વે પણ રાજકોટના એક સાંસદ કે વિધાયક સ્વ‚પે શ્રીજી ગૌશાળા સાથે અવિરત નાતો જાળવી રહ્યા છે અને અનેકો શુભેચ્છા મુલાકાત ઉપરાંત ગૌશાળા માટે ‚ા.૧૧,૦૦,૦૦૦/- જેવી માતબર ગ્રાન્ટ સંસ્થાને પ્રદાન કરી ગૌસેવા પ્રત્યે તેમનો પ્રેમ પ્રગટ કર્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ પદાધિકારીઓ સર્વશ્રી શ્રીમતી અંજલીબેન ‚પાણી, ધનસુખભાઈ ભંડેરી, ભાનુબેન બાબરીયા, ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા, રાજકોટ શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ મિરાણી, નીતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, રાજુભાઈ ધ્રુવ, મનીષભાઈ ભટ્ટ, ડો.માધવ દવે સહિત અનેકો તેમજ દાનવીર મા.શ્રી.નરેન્દ્રભાઈ ગંગદેવ, વિજયભાઈ કોટક, ગોપાલભાઈ બગડાઈ, નાથાભાઈ રાયચુરા, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, મીલનભાઈ મીઠાણી, વિજયભાઈ શાહ, મયુરભાઈ શાહ, પ્રતિકભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં પોલીસ અધિકારી અંતરીપ સુદ, ડી.એન.પટેલ મ્યુનિ.કમિશનર બંછાનીધી પાની, એડીશ્નલ કલેકટર હર્ષદભાઈ વોરા સહિત અનેકો મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી ગૌપ્રેમ વ્યકત કર્યો હતો. શ્રીજી ગૌશાળાના ડો.પ્રભુદાસભાઈ તન્ના, વિનુભાઈ ડેલાવાળા, જયંતીભાઈ નગદીયા, રમેશભાઈ ઠકકર, ભુપતભાઈ છાંટબાર, ચંદુભાઈ રાયચુરા, મિતલ ખેતાણી સહિતની ટીમે સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.