નાના મૌવા સર્કલ પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ નજીક આવેલા ગ્રાઉન્ડમાં ખોડલધામ મહીલા સમીતી દ્વારા બાય-બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ બહોળી સંખ્યામા પાટીદાર મહીલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને અવનવા પહેરવેશ પહેરી માતાજી ગરબે ધુમ્યા હતા.
ખોડલધામ મહીલા સમીતીનાં શર્મીલાબેન બાંભણીયાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે… બાય-બાય નવરાત્રીનું આયોજન અમારી આખુ વર્ષ દરમિયાન સ્વયસેવક તરીકે કામ કરતી બહેનો માટે છે અને અમારી ત્રણ ટીમ છે બા, બેટી અને બહુ અને આજે આ ગ્રાઉન્ડમાં ત્રણે ત્રણ ટીમ સાથે રમે છે.
ખોડલ ધામ ટ્રસ્ટ અને ખોડલધામ મહીલા સમીતી કાયમ આ પ્રયત્નો કરે છે. માનનીય નરેશભાઇ નું એક સપનું છે કે દરેક સમાજની બહેનો બ્રીલીયન્ટ થવી જોઇએ અને આગળ વધવી જોઇએ.