સીએમના પીઆરઓ હિતેશ પંડ્યાની ભેદી ભૂમિકાનો પર્દાફાશ થશે?
સમગ્ર કાંડમાં વિપક્ષનું ભેદી મૌન
પીએમઓ કાયાર્લયના અધિકારીના નામે ડીંડક ચલાવતા કિરણ પટેલને ગુજરાતમાં લાવવા માટે એટીએસની ટીમ કાશ્મીરથી રવાના થઇ છે આવતી કાલે સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે તટસ્થ તપાસ થાય તો ત્યારે શુ કિરણ પટેલને ગુજરાત લઇ આવવાથી કેટલાક રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓના પગતળે રેલો આવે તેમ છે અને કોના રોટલા અભડાય જશે તે આવનારો સમય જ બતાવશે. કિરણ પટેલની પત્ની સામે ગુજરાતમાં છેતરપિંડીના અનેક ગુના આચર્યા હોવાનું બહાર આવતા કિશ્મીર પોલીસના રિમાન્ડ પુરા થતા ગુજરાત એટીએસની ટીમ મહાઠગનો કબ્જો લેવા કાશ્મીર પહોચી હતી તેને આજે કસ્ટડી મળતા બાય રોડ ગુજરાત લાવવા રવાના થયા છે.
આવતીકાલે સાંજ સુધીમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર મેળવવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.કાશ્મીરમાં પીએમઓના અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સુરક્ષા મેળવી રોલા પાડયા બાદ ભાંડો ફુટતા નકલી અધિકારીની અસલી અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કાશ્મીર પોલીસે કિરણ પટેલને રિમાન્ડ પર મેળવી સઘન પૂછપરછ શરુ કરતા એક પછી એક કારનામા બહાર આવ્યા હતા. દરમિયાન ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલ અંગે શરુ કરેલી છાનભીનમાં તેને પોતાની પત્ની માલીની સાથે મળી અમદાવાદમાં છેતરપિંડી આચર્યાનું બહાર આવતા બંને સામે ઠગાઇના ગુના નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માલીની પટેલની વિશ્ર્વાસઘાતના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
બીજી તરફ કિરણ પટેલ સામેની કાશ્મીરમાં તપાસ પુરી થતા ગુજરાત એટીએસની ટીમ મહાઠગ કિરણ પટેલનો કબ્જો લેવા માટે કાશ્મીર પહોચી હતી. તેમને કિરણ પટેલની કસ્ટડી મળતા બાય રોડ ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે સાંજ સુધીમાં કિરણ પટેલ અમદાવાદ આવ્યા બાદ તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે . કિરણ પટેલ સાથે સીએમના પીઆરઓ હિતેશ પંડયા અને તેના પુત્ર અમિત પંડયાની છેતરપિંડીમાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.