સકારાત્મક અને નકારાત્મક ઘરમાં બે પ્રકારની ઉરજાઓ રહેલી હોય છે તેવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવમાં આવે છે. જો નકારાત્મક ઉર્જા ઘરમાં હોય તો તેનાથી કોઈ પ્રકારનો વાસ્તુદોષ પણ થઈ શકે છે આથી કહવું પણ કહી શકાય કે ધનની બચત થઈ શકતી નથી. વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાયો બતાવ્યા છે કે જેનાથી ધનનો સંગ્રહ તો કરી જ શકાય છે. તથા જો આ વાસ્તુ શાસ્ત્રના ઉપાયો સરખી રીતે થાય તો ધનવાન પણ બની શકાય છે.
તો આવો જાણીએ આ ઉપાય વિશે..
- જો તમારો બેડરૂમ પ્રવેશ દ્વારની સામેની દિવાલના ડાબી બાજુના ખૂણા પર છે તો ત્યા ધાતુની કોઈ વસ્તુ લટકાવીને મુકી શકો છો. વાસ્તુ મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનુ ક્ષેત્ર માનવામાં આવે છે.
- ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણ અને કબાડ જમા ન કરો.તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનમાં વૃદ્ધિ થતી નથી.
- ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી અથવા ધનને મુકવાની તિજોરીને દક્ષિણ દિવાલ પાસે એ રીતે મુકો કે તેનુ મોઢુ ઉત્તર દિશાની તરફ રહે. પૂર્વ દિશાની તરફ અલમારીનો મોઢુ હોય તો પણ ધનમાં વૃદ્ધિ થાય છે. પણ ઉત્તર દિશા ઉત્તમ માનવામાં આવી છે.
- નળમાંથી પાણી ટપકતુ રહેવુ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનુ મોટુ કારણ માનવામાં આવ્યુ છે. ઘણા લોકો આ વાતને નજર અંદાજ કરી દે છે. વાસ્તુ મુજબ નળમાંથી પાણીનુ ટપકતુ રહેવુ ધીરે ધીરે ધન ખર્ચ હોવાનો સંકેત આપે છે.જો નળમાંથી પાણી ટપકી રહ્યુ છે તો તેને તરત જ ઠીક કરાવો.