સ્વચ્છ આકાશમાં કલાકના ૧પ થી ૧૦ ઉલ્કાઓ પડતી જોઇ શકાશે રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ
દુનિયાભરમાં લોકોએ મે માસમાં ઇટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૬૦ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્ર્વમાં તા. ૧૭ થી ૩૧મી જુલાઇ અને ઓગષ્ટના અમુક દિવસે ડેલ્ટા એકવેરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરીયાઇ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. અમુક દિવસોમાં વાદળાના અવરોધો વચ્ચે પણ ઉલ્કાવર્ષા જોવા મળશે.
આ તકે જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ગઇકાલ મઘ્યરાત્રીથી સતત પાંચ દિવસ સુધી ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.૧૭મી થી તા. ર૧મી સુધી આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાો જોવા મળશે. કલાકના ૧પ થી ૫૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો જોઇ અમુક લોકો અચંબા સાથે હોનારતનો ભય અનુભવ કરશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળશે.
ઉલ્કાવર્ષા નિહાળવા મઘ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટે ભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરીયાઇ કિનારે તથા પર્વતીય ખડકાળ નિર્જન જગ્યાને પસંદ કરી ચાર પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજર કેદ કરવા ૧૦ ૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દુરબીન ગોઠવી શકાય છે.
જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઇન્ટરનેટ મિત્રોના સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. ઉલ્કાનો નજારો જોવામાં ઘણીવાર નિરાશા સાપડે છે. સૂર્ય પ્રકાશમાં પડે તે જોઇ શકાતી નથી. રાત્રીના નરી આંખે જોઇ શકાય છે.