મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિને સંબોધી હતી. જેમાં તેઓએ કહ્યું કે 2030 સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર 1 ટ્રીલિયન ડોલરને આંબશે. આ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને રહેશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યના વિકાસના ભવિષ્યનું પ્રવેશદ્વાર બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે. વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય પોતે 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે
ગુજરાતનો દેશના જીડીપીમાં 8%, ઔધોગિક ઉત્પાદનમાં 18% અને નિકાસમાં 50%નો હિસ્સો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિને સંબોધી
.ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ભારતના ભૌગોલિક વિસ્તારનો 6% હિસ્સો ધરાવે છે પરંતુ તેના જીડીપીમાં 8%, ઔધોગિક ઉત્પાદનમાં 18% અને નિકાસમાં 50% ફાળો આપે છે. એફઆઇસીસ ીઆઈના પ્રમુખ સુભ્રકાંત પાંડાએ જણાવ્યું હતું કે, ગુજરાત 100 થી વધુ ફોર્ચ્યુન, 500 કંપનીઓ અને 13 લાખ એમએસએમઇનું ઘર છે અને છેલ્લા બે દાયકામાં 15% ની સીએજીઆરથી વૃદ્ધિ પામી છે. તે નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 15.5% જેટલો હિસ્સો ધરાવે છે અને મોટા રાજ્યોમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે.
અમે સ્ટાર્ટઅપ્સ, ઉર્જા, સંરક્ષણ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ઇલેકટ્રિક વ્હીકલ અને કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ, ગ્રીન હાઇડ્રોજન અને ડેરિવેટિવ્ઝ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સરકારના કાર્યસૂચિને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જે મુખ્ય ફોકસ છે. એફઆઈસીસીઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારો સામૂહિક ઉદ્દેશ્ય નીતિ અને વ્યવહાર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ મીટિંગ ભવિષ્ય માટેના માર્ગની કલ્પના કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
વાઇબ્રન્ટ ગુજરાત 2024 રાજ્યના અર્થતંત્રમાં નવા પ્રાણ પુરશે
ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની લીડ-અપ તરીકે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ 37 ઈવેન્ટ્સનું આયોજન કરશે. 2 ઑક્ટોબરથી 31 ઑક્ટોબરની વચ્ચે યોજાયેલી ઈવેન્ટ્સ તમામ 33 જિલ્લાઓ અને મોટા શહેરોમાં યોજાશે. તેઓ સ્થાનિક ઉધોગો અને એસોસિએશનો સાથે મળીને આયોજન કરવામાં આવશે, અને તેમાં એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ, સ્વ-સહાય જૂથો, મહિલા સહકારી સંસ્થાઓ અને અન્યોની ભાગીદારી સામેલ હશે. ઇવેન્ટ્સમાં પ્રદર્શનો, સેમિનાર અને ઓડીઓપી બજારોનો સમાવેશ થશે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ભારતમાં એક અગ્રણી બિઝનેસ સમિટ બની છે.
બે દાયકામાં રાજ્યનો જીડીપી અઢી ગણો વધ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યનો વિકાસરથ સતત આગેકૂચ કરી રહ્યો છે. બે દાયકામાં ગુજરાતનો જીડીપી રૂ. 1.27 લાખ કરોડથી વધીને 3.16 લાખ કરોડ થયો છે. આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા રાજ્ય સરકાર પુન:પ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે તે દર્શાવતા તેમણે ઉધોગને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.