શેરબજાર માં છેલ્લા બે વર્ષ થી અઢી થી ત્રણ કરોડ ડીમેટ એકાઉન્ટ દર વર્ષે ખુલી રહ્યા છે. જે રીતે અને જે ઝડપથી ડિમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે તે જોતા 2027 સુધીમાં તો 25 કરોડ થી પણ વધુ ડિમેટ એકાઉન્ટ ભારતમાં હશે.
આગામી દસકો ભારતીય શેરબજાર માટે ગોલ્ડન બનશે તેમાં કોઈ શંકા નથી. જે રોકાણકારો એલ.આઈ. સી. કે મ્યુચૂલઅલ ફંડ માં નાણા રોકી રહ્યા છે તે નાણા પણ મહદ્ અંશે શેરબાજરમાંજ ઠલવાઈ રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી દર વર્ષે નવા અઢી થી ત્રણ કરોડ ડિમેટ એકાઉન્ટ ખુલી રહયા છે
આમ જોવા જઈએ તો વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરબજાર માં છેલ્લા એકાદ વર્ષ થી શેરો વેંચી રહી હોવા છતાં બજાર ઘટતું નથી કારણકે આપણી સ્થાનિક નાણાકીય સંસ્થાઓ શેરબજારમાં આક્રમક લેવાલી કરી રહી છે.
શેરબાજરમાં પણ ઘણા બધા વિકલ્પો છે કે જેમાં રોકાણકારો નાણા રોકી રહયા છે. જેમકે કોઈપણ વ્યક્તિને ગોલ્ડમાં રોકાણ કરવું છે તો તે પણ ડિમેટ ફોર્મ માં શેરબજાર માંથી મળી શકે છે. ગોલ્ડબીઝમાં રોકાણ કરવા વાળો વર્ગ મોટો છે. ઉપરાંત ગર્વમેન્ટ સિકયુરિટીઝ માં પણ રોકાણ કરી બેન્કવ્યાજ કરતા વધુ અને ફિક્સ વ્યાજ પણ કમાય શકાય છે. અને તે પણ સંપૂર્ણ સુરક્ષીત હોય્ છે. જયારે પણ નાણા છુટા કરવા હોય તો બેજ દિવસ માં નાણા પરત મળી જાય છે.
શેરબાજાર્ માં રોકાણ કરવા ડિમેટ એકાઉન્ટ ફરજીયાત હોય છે. ઉપરાંત પ્રાયમરી માર્કેટમાં આઈ.પી.ઓ.ભરવા માટે પણ ડિમેટ એકાઉન્ટ ખોલવું ફરજીયાત હોય છે. તેથી વધુ ને વધુ ડિમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે. જેમ પરિવારના દરેક સભ્યના નામે બેન્ક એકાઉન્ટ હોય છે તેવી જ રીતે ઘણા પરિવારોમા દરેક સભ્યો ના નામે ડિમેટ એકાઉન્ટ પણ હોય છે.
ઉપરાંત ડિમેટ એકાઉન્ટ માં પણ બેન્ક ના એકાઉન્ટ ની જેમ વારસદાર નિમિ શકાઈ છે. બલ્કે હવે તો ડિમેટ એકાઉન્ટ ખોલતી વખતે જ બ્રોકર્સ વારસદાર ની વિગતો મેળવી ડિમેટ એકાઉન્ટ ખોલતા હોય છે.
ડિમેટ એકાઉન્ટ ખોલવાની પ્રકિયા પણ ઘણી સરળ હોય છે અને ઓનલાઇન એકાઉન્ટ પંદર મિનિટમાં જ ખુલી જાય છે.
ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી કાર્યરત છે. જે ડિમેટ એકાઉન્ટ ખોલી રહી છે. એક નેશનલ સેક્યુરીટીઝ ડિપોઝિટરીઝ અને બીજી છે સેન્ટ્રલ સિક્યુરીટીઝ ડિપોઝીટરીઝ લિમિટેડ એમ બે વિકલ્પ ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે છે. જે એન.એસ.ડી.એલ.અને સી.ડી.એસ.એલ. ના નામથી ઓળખાય છે. ડિમેટ એકાઉન્ટમાં શેસે ઉપરાંત ગોલ્ડ – બોન્ડ્સ -ગવર્મેન્ટ સિક્યુરીટીઝ પણ રાખી શકાય છે. જયારે ઘણી બધી એગ્રી કોમોડિટીજઝ પણ ડિમેટ ફોમ્ર માં રાખી શકાય છે. ગોલ્ડ સાચવવું ડિમેટ એકાઉન્ટમાં વધુ સરળ હોય ઉપરાંત અઢી ટકા વાર્ષિક વ્યાજ પણ મળતું હોય ઘણા લોકો ફિજિકલ ગોલ્ડના બદલે ડિમેટ ફોર્મ માં ગોલ્ડ લેવાનુ પણ વધારે પસંદ કરતા હોય છે.
શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ વર્ષ માં ભારતમાં 25 કરોડ થી પણ વધારે ડિમેટ એકાઉન્ટ હશે અને શેરબજારમાં રોકાણકારો નો રોકાણ પ્રત્યે નો અભિગમ સારો હશે અને લોકો શેરબજાર માં રોકાણ વધારશે. શેરબજાર માટે આગામી દસકો ગોલડન જ હશે તેમાં કોઈ શંકા નથી.