દેશમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ૨૦૨૪ સુધીમાં ૨૦ થી ૩૦ ટકા સુધી ઘટાડવા સરકારનું લક્ષ્યાંક
વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મૃત્યુઆંકનો ચોકાવનારો આંકડો સામે આવી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીને સૌથી પ્રદુષિત કેન્દ્ર સાબીત થયું છે જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ સરકારે ૨૦૨૪ સુધીમાં ૧૫૦૦ મેન્યુઅલ એર કવોલીટી મોનીટરી સીસ્ટમ કરવાનો નિર્ણય લીધો છે.
દેશના લોકોને સ્વચ્છ વાયુ મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય પણ સા‚ રહે તે માટે મોનીટરીંગ સીસ્ટમ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. પર્યાવરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ૧૫૦ રીયલ ટાઈમ અને ૪૩૧ મેન્યુઅલ સ્ટેશનો હાલ દેશભરના ૭૦ શહેરોમાં લગાવાઈ ચૂકયા છે. જેમાં ૪૮ કેન્દ્રો તો માત્ર એકલા દિલ્હી માટે રખાયા છે. અમારો લક્ષ્ય છે કે, વધુ ૪૫૦ મેન્યુઅલ સ્ટેશનો લગાવી લોકોને સ્વચ્છ અને પ્રદુષણ મુકત વાતાવરણ મળે તેવો પ્રયાસ છે.
પર્યાવરણ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી સત્યેન્દ્રકુમારે કહ્યું કે, નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત ૨૦૨૪ સુધીમાં સરકારનું લક્ષ્ય છે કે, વાયુ પ્રદુષણમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થઈ જશે. મંત્રાલયના રિપોર્ટ ૨૦૧૭-૧૮ મુજબ દિલ્હીમાં ૨૮ ક્ધટીન્યુઅસ એમવીએન્ટ એર કવોલીટી મોનીટરી સીસ્ટમ અને ૫૭ શહેરોમાં ૮૭ રીયલ ટાઈમ સીસ્ટમ હતી ત્યારે વધુ ૨૦ એર મોનીટરી સીસ્ટમો દિલ્હીમાં ઉમેરવામાં આવી છે.
આ સીસ્ટમ પોલ્યુશન મીટીગેટીંગ ડિવાઈસ છે જે રાજયના પ્રદુષણની માત્રા જણાવવાની સાથે તેના એક્યુરેટ ડેટા આપે છે. જો કે, એનવાર્યરમેન્ટ એક્ટિવીસ્ટ ગૌરવ બંસલે કહ્યું હતું કે, વાયુ પ્રદુષણ માપદંડ આપતુ ડિવાઈસ કેટલાક ગેસને ઓળખવામાં સક્ષમ નથી જે ખરેખર પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.
વાયુ પ્રદુષણ મોટાભાગે ફેકટરીથી નીકળતા ધુમાડા, પેટ્રોલ-ડિઝલથી ચાલથી ગાડીઓના ધુમાડાને કારણે થતું હોય છે. જો કે તેને લઈ સરકારે આવનાર દિવસોમાં પેટ્રોલ-ડિઝલની જરૂરીયાત પર નિર્ભર ન રહેતા ઈ-વાહનોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે.