મેડીકલ ઓફીસરની પરિક્ષાનું પરિણામ જાહેર કરતા રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આપી ખાતરી

રાજય સરકાર હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-1 અને વર્ગ-ર ની જગ્યાઓ ખાલી પડી છે. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને આરોગ્ય લક્ષી સેવા પર્યાપ્ત માત્રમાં મળતી નથી. વર્ષ 2024 સુધીમાં આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-1 અને વર્ગ-ર ની જગ્યાઓ ભરવા સરકાર કટીબઘ્ધ છે. તેવો વિશ્ર્વાસ રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વ્યકત કર્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં તમામ નિમણુંકની પ્રક્રિયા સત્વરે શરુ કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-2 મેડિકલ ઓફિસર ની પરીક્ષા નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જેના અંતર્ગત 704 જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે . રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-1 અને 2 ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.આ નવીન 704  મેડિકલ ઓફિસરો નું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા  રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.