ખેડૂતોને કૃષિ વિષયક સર્વિસ ઓનલાઈન મળી રહેશે

એફએમસીજી કંપની ભારતમાં સૌથી વધુ મોટુ નેટવર્ક ધરાવે છે જે એક ઉત્પાદન પૂર્ણ પાડતી કંપની છે. એફએમસીજી કંપની હેઠળ ઘણી સબ કંપનીઓ સમાયેલી છે. તો હવે તેઓ હોસ્પિટાલીટી તેમજ વેપાર વધારવા માટે ઈ-ચૌપાલનો ઉપયોગ કરશે. જેનાથી ખેડૂતો, ઉત્પાદકો તેમજ સર્વિસ પ્રોવાઈડરોને જોડવામાં આવશે. ચોથી પેઢીનું આ મોડલ ખેતી ઉત્પાદકોને તેમજ ઈ-કોમર્સને જોડવા માગે છે. જોકે ભારતમાં ડિજીટાઈઝેશન આવવાથી ઘણા ફેરફારો તો થયા જ છે.

આઈટીનો વેપાર આઈટીસી ૪૦ લાખ ખેડૂતોને માટે ઈ-ચૌપાલની મદદથી જોડશે. જેમાં કંપની સીધુ ગ્રાહકો સુધી ઈન્ટરનેટની પ્રક્રિયાથી ખેતી ઉત્પાદન લેવા પહોંચી શકશે. જેની યોજના મુજબ તેઓ શાકભાજી, ફળ તેમજ ખેતી ઉત્પાદનોનો સમાવેશ કરશે. કંપની પ્રોસેસડ બટાકા તેમજ સુકી ડુંગળીનો સમાવેશ આ મહિનાથી કરશે. તેમાં તેઓ હવે સી ફુડ તેમજ ફ્રોઝન ફુડસનું પણ રાશન સાથે વેચાણ કરશે તેવું આજકાલ ‘એમેઝોન ફ્રેશે’ પણ નવી શ‚આત કરી છે.

જોકે કંપની પણ ખેડૂતોની સંખ્યા વધારવા તેમજ આવનારા દિવસોમાં બિઝનેસને પ્રગતિનાં પંથે પહોંચાડવા યોજનાઓ બનાવી રહી છે. કંપની હાલ ૬૫ કંપનીઓના પ્રોજેકટ માટે રૂ. ૨૫,૦૦૦ કરોડ ફાળવવા તૈયાર છે તેવું આઈટીસીના ચીફ ઓફિસર સંજીવ પુરીનું કહેવું છે. આ અભિયાન ભારતમાં પ્રથમ વખત સામાજીક મૂલ્યો દ્વારા સ્પર્ધાત્મક માહોલ પેદા કરવાનો વિચાર ધરાવે છે. વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં આઈટીસી વેપાર જે પેકેજડ ફૂડ તેમજ સ્ટેશનરી આઈટમનું વેચાણ કરે છે તે રૂ.૧૦,૦૦૦ કરોડ આવકને પાર પહોંચી ગયું છે.

જે રૂ.૧૦.૫૧૧.૮૩ કરોડનું ૮ ટકા વળતર છે કંપનીનું કહેવું છે કે એફવાય ૨૦૧૭માં ગ્રાહકોએ એફએમસીજી પ્રોડકટમાં બ્રાન્ડેડ વસ્તુઓને લઈને ઘણા નાણા ખર્ચી રહ્યા છે. જે રૂ.૧૪,૦૦૦ કરોડે પહોંચી રહ્યા છે.

એફએમસીજીને લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં રૂ.૧ લાખ કરોડ કમાવવાની નીતિ ધરાવે છે.

ત્યારબાદ કંપની વર્લ્ડ કલાસ ડેવલોપમેન્ટ માટે જમીનો તેમજ બાંધકામો માટે પણ રાષ્ટ્રીય સંપતિની સુરક્ષા તેમજ એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટી પ્રગતિ માટે નિર્ણયો લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.