પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ સમયે સૌથી મોટો પડકાર દેશનો ઇકોનોમી ગ્રોથને પાટા પર લાવીને લોકોને વધારેમાં વધારે રોજગાર પૂરો પાડવો. એના માટે મોદી સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. દેશમાં વિદેશી રોકાણ પણ સતત વધી રહ્યું છે. સૂત્રો દ્વર ચીનની સેના હેવી ઇન્ડસ્ટ્રી સહિત આશરે 600 કંપનીઓ ભારતમાં લગભગ 85 અરબ ડોલર રોકાણની યોજન બનાવી રહી છે. જે પ્રોજેક્ટ્સમાં એ રોકાણ કરશે, એમાં આગળના પાંચ વર્ષ રોજગારના 7 લાખ મોકો બને એવું અનુમાન છે. જો બધું બરોબર રહે તો મોદી માટે 2019નો રસ્તો સરળ થઇ શકે છે.
ભારતમાં રોકાણનો વધારે પ્રસ્તાવ ચીનમાંથી આવે છે. કુલ પ્રસ્તાવોમાં 42 ટકા ચીનથી, 24 ટકા અમેરિકા અને 11 ટકા ઇંગલેન્ડથી આવ્યો છે. રોલ્સ રોયસની 3.7 અરબ ડોલર અને ઓસ્ટ્રેલિયાની પેર્ડામેન ઇન્ડસ્ટ્રીની 3 અરબ ડોલર રોકાણ કરવાની યોજના છે. સૂત્રો દ્વારા જેટલા રોકાણ માટેના સંકેત મળ્યા છે, એમાંથી 74.3 કરોડ ડોલર પહેલાથી જ આવી ચૂક્યા છે અને એના કારણે રોજગારના એક લાખ ચાન્સ મળ્યા છે.
ઝડપથી રોકાણને પ્રોત્સાહન આપનારી સરકારની નીતિ ઇન્વેસ્ટ ઇન્ડિયા હેઠળ દેશને ઇન્વેસ્ટમેન્ટને એક આકર્ષક ઠેકાણાના રૂપમાં સારા ઢંગથી રજૂ કરવાની તૈયારીમાં છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાએ એવી 200 કંપનીઓનું લિસ્ટ બનાવ્યું છે, જે હજુ ભારતમાં વેપાર કરી રહી નથી.
ચીનની કંપનીઓ કરી રહી છે રોકાણની તૈયારીઓ
દુનિયાની મોટી એન્જીનિયરીંગ મશીનરી મેન્યુફેક્ચર્સમાં સામેલ ચીનની સેના હેવી ઇન્ડસ્ટ્રીની યોજના9.8 અરબ ડોલર રોકાણ કર્યું છે. પૈસેફિક કંસ્ટ્ર્ક્શન. ચીન ફોર્ચ્યૂન લેન્ડ ડેવલપમેન્ટ અને ડેલિયન વાંડા જેવી ચીનની કંપનીઓની સાથે એમેઝોન પણ આ દરમિયાન ભારતમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. એમાંથી દરેક 5 અરબ ડોલર રોકાણ કરી શકે છે.