રૂ.૧૦ હજાર કરોડનો માતબર ખર્ચે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ થશે કામ.
માર્ચ ૨૦૧૯ સુધી ગંગા નદીના પાણીની ગુણવતામાં ૭૦ થી ૮૦ ટકા સુધારો લાવવામાં આવશે તેવો દાવો કેન્દ્રીય જળ સંશાધન મંત્રી નિતિન ગડકરીએ કર્યો છે. નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ હજુ સુધી કોઈ કાર્ય ન થયું હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યાં છે ત્યારે ગડકરીએ આક્ષેપોનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે કહ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં ગંગાની સફાઈ પાછળ રૂ.૮ હજારથી રૂ.૧૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આવતા વર્ષે ડીસેમ્બર માસ સુધીમાં ગંગા નંદીને સંપૂર્ણ સાફ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં કલીન ગંગા રાષ્ટ્રીય મિશન હેઠળ માત્ર રૂ.૪૨૫૪ કરોડ રૂપિયાનો જ ખર્ચ થઈ શકયો હતો. જે સફાઈ માટે ૨૦૧૫માં ફાળવેલા ૨૦ હજાર કરોડના ભંડોળનો માત્ર ૨૦ ટકા જ હતો. ગંગા નદીની સફાઈના મોટા દાવા અત્યાર સુધી પોકળ સાબિત થયા છે. સરકાર હવે સફાળી જાગી છે. ભારતીય જનતા પક્ષે ૨૦૧૪માં લોકસભા ચુંટણીમાં ગંગાની સફાઈનું પાળી શકાયું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,