ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ અને રોશની વડે શણગારી અને ઘર આગળ રંગોળી કરવામાં આવે છે. તેમજ કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના 2 દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, સોનું-ચાંદી ખરીદવું તે શુભ ગણાય છે. તેમજ લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે.
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે, તેમજ આ ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી અને કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.
ધનતેરસ પર શું ખરીદવું?
ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ગરીબીમાંથી મુક્તિ મળે છે. તો જાણો ધનતેરસ પર શું ખરીદવું શુભ રહેશે અને ગરીબીમાંથી મુક્તિ મળે છે.
ધનતેરસ પર સોનું અને વાહન ખરીદવા
ધનતેરસ પર સોનું ખરીદવું ફળદાયી માનવામાં આવે છે. તેમજ તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સાથે જો તમારી આર્થિક સ્થિતિ સારી છે, તો તમે ધનતેરસ પર વાહન પણ ખરીદી શકો છો. આ દરમિયાન ધનતેરસ પર વાહન ખરીદવું શુભ રહેશે.
ધનતેરસ પર ચાંદી અને સાવરણી ખરીદવા
ધનતેરસ પર ચાંદી અથવા ચાંદીથી બનેલા ઘરેણાં ખરીદવું ખૂબ જ શુભ મનાય છે. આ સાથે સાવરણી ખરીદવી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જોઈએ. તેમજ આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર જમીન અને આખા ધાણા ખરીદવા
ધનતેરસ પર જમીન કે જમીન સંબંધિત સોદા કરવાથી પણ સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ આ સાથે જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી, તો તમે ધનતેરસ પર આખા ધાણા ખરીદી શકો છો. તેમજ આનાથી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે. આ સાથે જો તમે તમારા ઘરની સુખ-શાંતિ અને સૌભાગ્ય વધારવા માંગો છો તો તમે ધનતેરસ પર કુબેર યંત્ર ખરીદી શકો છો.
ધનતેરસ પર શું ન ખરીદવું?
ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવતી નથી. તેમજ તેથી આ દિવસે કાળા રંગના કપડા, લોખંડની બનેલી વસ્તુઓ, પ્લાસ્ટિક વગેરે ન ખરીદવી જોઈએ. આ દિવસે શનિ, કેતુ અને રાહુ સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.