ધનતેરસ પર લોકો ઘણી ખરીદી કરે છે. પરંતુ આ દિવસે તમારે ભૂલથી પણ અહીં જણાવેલી આ 8 વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તેમજ આ દિવસે આવી વસ્તુ ઘરમાં લાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર આ 8 વસ્તુ ખરીદવી અશુભ
ધનતરેસ અને દિવાળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવાર છે. તેમજ આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને કુબેર દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે લોકો ઘણી ખરીદી કરે છે, પરંતુ અહીં જણાવેલી 8 વસ્તુઓ ભૂલથી પણ ઘરે ન લાવવી જોઈએ. આ સાથે ધનતેરસના દિવસે આની ખરીદી કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે
કાચના વાસણ
ધનતેરસના દિવસે કાચના વાસણો ન ખરીદવા જોઈએ. તે રાહુ સાથે સંબંધિત છે. ત્યારે આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદવાથી આર્થિક સંકટ આવી શકે છે.
પ્લાસ્ટિક વસ્તુ
ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુ ન ખરીદવી જોઈએ.
લોખંડની વસ્તુ
ધનતેરસના દિવસે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કારણ કે માન્યતાઓ અનુસાર ભગવાન કુબેર ક્રોધિત થાય છે.
તેલ ન ખરીદવું
ધનતેરસના દિવસે તેલ ન ખરીદવું જોઈએ.
ધારદાર વસ્તુ ન ખરીદવી
ધનતેરસના દિવસે છરી, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કારણ કે આ વસ્તુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણ
આ સાથે ધનતેરસના દિવસે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આ દિવસે તાંબા અને પિત્તળના વાસણો ખરીદવું શુભ માનવામાં આવે છે.
આર્ટિફિશિયલ જ્વેલરી
ધનતેરસના દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે.
કાળા રંગની વસ્તુ અને વસ્ત્ર
ધનતેરસના દિવસે ઘરમાં કાળા રંગની વસ્તુઓ લાવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત આ દિવસે કાળા રંગના કપડા પણ ન ખરીદવા જોઈએ.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.