દશેરા પર સોનું, ચાંદી, મકાન વગેરે જેવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. તેમજ આ સિવાય જો તમે ભાગ્યનો સાથ મેળવવા માંગતા હોવ તો દશેરા પર તમારે આ 6 વસ્તુઓમાંથી કોઈ એક ખરીદવી જોઈએ. આ વસ્તુ ખરીદવાથી તમારું ભાગ્ય મજબૂત બને છે.

દશેરા પર ખરીદી માટેનો શુભ સમય

દશેરાનો તહેવાર આજે ઉજવવામાં આવે છે. ત્યારે 12 ઓક્ટોબરે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ છે. તેમજ દશમી તિથિએ કોઈપણ સમયે અને સ્થળે ખરીદી કરી શકો છો. દશેરા પર કંઈપણ ખરીદવું શુભ માનવામાં આવે છે.

નવા વાહનની ખરીદી

cae

નવમી અને દશેરા પર કોઈપણ નવું વાહન ખરીદવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દરમિયાન એક પૌરાણિક માન્યતા છે કે નવમી અને દશેરા પર વાહન ખરીદવાથી તમારા જીવન પર સારી અસર પડે છે અને આ ખરીદી તમારી સંપત્તિમાં વધારો કરે છે.

મિલકતની ખરીદી

milkat

દશેરાએ નવું ઘર ખરીદવા માટે શુભ દિવસ છે. તેમજ આ સમયે તમે ઘર બુક કરાવી શકો છો. વાસ્તુ નિષ્ણાતો માને છે કે નવરાત્રિ દરમિયાન દૈવી ઉર્જા પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેથી મિલકતની  ખરીદવાથી પરિવાર માટે સમૃદ્ધી બની રહે છે.

પિત્તળનો કલશ ખરીદવો શુભ

kalash

દશેરા પર પિત્તળનો કલશ ખરીદવો શુભ માનવામાં આવે છે. તેમજ એક પૌરાણિક કથા અનુસાર કુબેર પિત્તળના કલશમાં વાસ કરે છે. જેથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે.

ચાંદીના સિક્કા ખરીદવા શુભ

silvar

દશેરા પર ચાંદીનો સિક્કો ખરીદ્યા પછી તેને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો અને ચાંદીના સિક્કા પર કંકુ અને ચોખા લગાવો અને દેવી દુર્ગાના ચરણોમાં અર્પણ કરો, ત્યારબાદ આ સિક્કાને તમારા પર્સમાં રાખો. તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

કામધેનુની મૂર્તિ ખરીદવી શુભ

kamdhenu

દશેરા પર કામધેનુની મૂર્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે. કામધેનુ ઈચ્છા પૂરી કરનારી ગાય કહેવાય છે. તેમજ માન્યતા અનુસાર જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જાય અથવા તમારી પાસે પૂરતા સંસાધનો ન હોય તો કામધેનુ ગાય ખરીદવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ત્યારપછી તેના પર કંકુ અને ચોખા લગાવો અને દેવી દુર્ગાના ચરણોમાં અર્પણ કરો. અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો. તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.