સોનાના ભાવ વધતા બજારની સ્થિતિ ‘કરફયુ’ જેવી: હાલ સોનાનો ભાવ રૂા. ૩૮૪૭૦ની સાથે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, સોનાના વેચાણમાં ૬૦ થી ૮૦ ટકા સુધીનો ધટાડો: ડોલરની સરખામણીએ રૂપિયાની નબળી સ્થિતિ અને સરકાર દ્વારા લદાયેલી વધારાની એકસાઇકઝ ડયુટીને જવાબદાર ગણાવતા વેપારીઓ
વૈશ્વિક સ્તરે રૂપિયો ડોલરની સામે દિવસે દિવસે ગગફી રહ્યો છે જેના કારણે ભારતીય બજારોમાં ખુબ માઠી અસર પડી રહી છે.
ભારતીય પરંપરા અનુસાર મહીલાઓનું રુપ ધરેણાઓ વિના અધુરુ ગણવામાં આવે છે પરંતુ હાલ સોના-ચાંદીનો ભાવ ખુબ જ ઝડપથી ઉપર ચઢી રહ્યો છે તેમાં પણ ખાસ સોનાનો ભાવ તો રૂા ૩૮૬૫૦ની સાથે ઐતિહાસિક સપાટીએ પહોચ્યો છે.
જેના કારણે ભારતીય બજારોમાં સોનાના વેચાણમાં ચોકાવનારો ધટાડો સામે આવ્યો છે. સોનાના વેચાણમાં હાલ એક આંકડાકીય માહીતી અનુસાર આશરે ૬૦ થી ૮૦ ટકા સુધીનો ધટાડો થયો છે તેની સામે ચાંદીના વેચાણમાં પણ આશરે ૬૦ થી ૮૦ ટકા નો નોંધ પાત્ર ધટાડો થયો છે.
ભાવ વધારાના કારણે વેપારીઓ વેપારથી વંચિત: મયુર આડેસરા
મયુર આડેસરાએ આ બાબતે રાજકોટ સોની બજારની વાત કરતાં જણાવ્યું હતું કે ભાવ વધારાના કારણે વેપારીઓ વેપારથી વંચિત છે. નાનો વેપારીઓ કે જેમણે લોનના માઘ્યમથી વેપાર શરુ કર્યો હોય તેઓ લોનની રકમની ભરપાઇ પણ ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારીગરોની સાથે સાથે વેપારીઓ પણ બેકાર બન્યા છે. આ પરિસ્થિતિના નિર્માણ બદલ તેમણે મુખ્ય પરિબળ ડોલરની સરખામણીએ રૂપિયાની નબળી સ્થિતિ તથા સરકાર દ્વારા લદાયેલી વધારાની એકસાઇઝ ડયુટીને જવાબદાર ગણાવ્યા હતા. ઉપરાંત તેમણે સરકારને મંદીને સતુલસીને વેપારીઓ માટે રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ આર્થિક મંદીના કારણે લોકો પાસે પણ પૈસાની ધટ હોવાથી તેઓ એકસચેન્જ સ્વરુપે ખરીદી કરી રહ્યા છે જેમાં પણ ધટાડો નોંધાયો છે.
ભાવ વધારાના કારણે હજારો કારીગરો બેકાર બન્યાં: નીતિન મહાજન
આ તકે જણાવ્યું હતું કે આ ભાવ વધારાના કારણે હજારો કરીગરો બેકાર બન્યા છે. સરકારે એકસાઇઝ ડયુટી વધારી તેના કારણે આ સ્થિતિ બની છે. એકસાઇઝ ડયુટી સામે અમને વાંધો નથી પરંતુ સરકારે ડયુટી ડ્રો બેક આપવી જોઇએ કારીગરો પાસે હાલ ફકત ૧૦ ટકા કામ બચ્યું છે.
સોનાના ભાવ વધતા બજારની સ્થિતિ કરફયુ જેવી: મહેશ રાજપરા
આ બાબતે તેમણે જણાવ્યું હતું કે સોનાના ભાવ વધતા બજારની સ્થિતિ કરફર્યુ જેવી થઇ ગઇ છે નવી ખરીદીના નામે હાલ શુન્ય સમાન જેવી થઇ ગઇ છે. સોનાના કારીગરો બેકાર થયા છે. હોલસેલ માકેટ ઠપ્પ થયું છે. તેમણે આવી પરિસ્થિતિના નિર્માણ થવાનું કારણ જણાવતા કહયું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ટ્રેડવોર મુખ્ય કારણ છે. જેની સામે સોનાની ખરીદી ખુબ વધી ગઇ છે. જેની સામે સોનાનું ઉત્પાદન ઓછું છે. ઉપરાંત ડોલરની સામે રૂપિયાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ બાબતે છે તથા સરકાર વધારાની લાદેલી એકસાઇઝ ડયુટી પણ ભાવવધારામાં જવાબદાર પરીબળ છે. તેમણે વેચાણની સ્થિતિ રાજકોટના પરીપેક્ષમમાં જણાવતાં કહ્યું હતું કે હાલ તહેવારનો માહોલ છે છતાં પણ ૮૦ ટકા વેચાણ ધટયું છે.
એકસાઇઝ ડયુટી ૧૨.૫૦ થી ૬ ટકા કરી દેવા સરકારને અપીલ: જગદીશ ઝંઝુવાડીયા
જગદીશભાઇ ઝંઝુવાડીયા આ અંગે જણાવ્યું હતું કે ગ્લોબલ સ્તરે ટ્રેડવોર થઇ રહ્યું છે. જેના કારણે વિવિધ દેશો વચ્ચે મતભેદો ઉભા થયા છે જેની દરેક દેશો સોનાનો સંગ્રહ કરી રહ્યા છે. ભારત સોનાના ક્ષેત્રે તેની જરુરીયાતની સરખામણીએ ખુબ જ ઓછું ઉત્પાદન કરી શકે છે. જેની ભારત બહારના દેશો પર નભે છે. આયાત કરવામાં પણ વધારાની એકસાઇઝ ડયુટી લાદવામાં આવી છે. આ પરીબળોના કારણે સોનું મોધું દાટ બની રહ્યું છે જેના પરિણામે વેંચાણ ઘટયું છે અને કારીગરો વેપારીઓ બેહાલ બન્યા છે. તેમણે આ પરિસ્થિતિ સંદર્ભે એકસાઇઝડ ડયુટી ૧૨.૫૦ ટકા થી ૬ ટકા કરી દેવા સરકારને અપીલ કરી હતી.
સરકારે ગ્રાન્ટ ફાળવીને વેપારીઓને સહાય આપવી જોઇએ: પરેશ આડેસરા
પરેશ આડેસરા વાઇસ ચેરમેન જમ્સ એન્ડ જવેલરી એસો.એ આ અંગે જણાવ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઇ છે તે આગામી દિવસોમાં વધુ વિકરાળ બને તેવી ધારણાઓ છે. તેમણે કહ્યું હતું કે વેચાણ નો ધટાડો પણ ઐતીહાસિક સ્થિતિએ છે આવા સંજોગોમાં સરકારે ગ્રાન્ટ ફાળવીને વેપારીઓએ સહાય આપવી જોઇએ.
ઇમીટેશનના વ્યાપથી ચાંદીના ધરેણાના વેચાણમાં ૬૦ ટકાનો ધટાડો નોંધાયો: કશ્યપ ધોળકીયા
કશ્યપ ધોળકીયા લક્ષ્મી નારાયણ સિલ્વર એ ભાવ વધારોના સંદર્ભે તેમણે ચાંદી બજાર વિશે જણાવતા કહ્યું હતું કે ચાંદીમાં પણ ગત ર દિવસમાં આશરે ૩૦૦૦ રૂાનો ભાવ વધારો આવ્યો છે. ઉપરાંત ઇમીટેશન જવેલરીના વધતા વ્યાપના કારણે ચાંદીના ધરેણાના વેચાણ માં આશરે ૬૦ ટકા જેટલો ધટાડો નોંધાયો છે. જે અકલ્પનીય છે આ બાબતને સરકારે ગંભીરતા દાખવી રાહત પેકેજ જાહેર કરવું જોઇએ.