ખેડુતોને રૂ. ૨.૭૨ કરોડની ચુકવણી કરાય
રાજય સરકારના આદેશથી પ્રાંત અધિકારી જોષીની સિઘ્ધી દેખરેખ હેઠળ નીચે ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં તા.૧પમી થી ટેકાના ભાવે મગફળી ખરીદી શરુ કરવામાં આવેલ છ. નવ દિવસમાં ૨૫૪ ખેડુતોની મગફળી ખરીદી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જોષીના સતત માર્ગદર્શન નીચે ઉપલેટાના મામલતદાર કે.બી. સોલંકી તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ સાથે ચોકકસાઇખરીદીમાં પ્રારંભ થયો છે.
આ અંગે પ્રાંત અધિકારી જોષીએ જણાવેલ કે રાજય સરકારના આદેશથી આ વિસ્તારના ખેડુતો પાસેથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રર કરાવી સરકારના ધારાધોરણ મુજબ ર૦ કિલો મગફળીના એક હજાર રૂપિયા લેખે અને ૩૦ કિલો ભરતી મુજબ ગત તા. ૧પમી ખેડુતોની મગફળી ઉપલેટા યાર્ડ ખાતે ખરીદી કરાઇ રહી છે. અત્યાર સુધીમાં ૨૮૭૪ ખેડુતોએ મગફળી આપવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેમાંથી ૨૫૪ ખેડુતોની પ.૪૩ લાખ ૩૦૫ કિલો કીંમત રૂપિયા બે કરોડ ૭૩ લાખ ૧૫ હજાર બસ્સોને પચાસ રૂપિયાની મગફળીની ખરીદી કરાઇ છે.
આશરે વીસ હજાર બોરીની ખરીદી કરાઇ છે. અને દરરજો ૭૫ ખેડુતોની મગફળી સરકારના ધારા ધોરણ અને ગુણવંત મુજબ મગફળીની ખરીદી કરાઇ રહી છે. આ અંગે યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ અને વાઇસ ચેરમને રાજાભાઇ સુવાએ રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડુતો પાસે થી મગફળી ખરીદાઇ રહી છે તે ખરેખર સારી બાબત છે. ખેડુતોના પોષણ યુકત ભાવો મળે છે તેમજ સરકારી તંત્ર દ્વારા જે ખરીદીમાં ચોકસાઇ રખાઇ રહી છે તે આવકારવા દાયક છે.