૫૦% સુધી ભારે ડીસ્કાઉન્ટ અને સ્ટોક ક્લીયરન્સ સ્ક્રીમ આવી રહી છે
ખરીદદારો થોભો, રાહ જુઓ જીએસટીને લઈ ડીસેમ્બરમાં મેગા સેલોની વણઝાર છે.
રીટેલ સ્ટોર્સ અને ચેઈન ડીસેમ્બરમાં ૫૦% જેવા ભારે ડીસ્કાઉન્ટ સાથે સ્ટોક કલીયરન્સ સેલની વણઝાર લાવવાની તૈયારીકરી રહ્યા છે. જેમાં બ્રાંડેડ કપડા, ગેજેટ, કિચન એપ્લાયન્સીસ, રમકડા, વીજ ઉપકરણોનો સમાવેશ થાય છે. ગૂડઝ એન્ડ સર્વીસ ટેકસ એટલે કે જીએસટીના કારણે તેમણે ડીસેમ્બરમાં મેગા સેલનું આયોજન કરવું પડશે તેમ બજાર વિશ્ર્લેષકો માને છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે બજારમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહૌલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે વેપારીઓ મેગા સેલ એટલે કે સ્ટોક કલીયરન્સ સેલ ગોઠવવા માટે અત્યારથી જ આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને બ્રાંડેડ કંપનીઓનાં કપડા, ગેજેટ, કિચન એપ્લાયન્સીસ, ટોયસ, ઈલેકટ્રોનીક આઈટેમ્સ વિગેરેમાં સ્ટોક કલીયરન્સ સેલ આવી શકે છે. તેમાં ૫૦% જેવું ભારે ડીસ્કાઉન્ટ પણ આપવા રીટેલ સ્ટોર્સ અને ચેઈન સજજ થઈ રહ્યા છે. વારે તહેવારે ભારે ડીસ્કાઉન્ટ અને મેગા સેલની જાહેરાત કરતી ઓનલાઈન રીટેલર્સ કંપનીઓ પણ આમાં પાછળ નથી ખાસ કરીને ક્રિસમસ જેવા ગ્લોબલ ફેસ્ટીવલનો વ્યાપારીક લાભ લેવાનો તેઓ મોકો છોડવા માગતા નથી.