બોમ્બે હાઈકોર્ટનાં જસ્ટીસ સત્યરજંન ધર્માધિકારી અને જસ્ટીસ બુરગેશ કોલાબાવાલાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
કોઈપણ જગ્યા કે જે પ્રજાજનોનાં ઉપયોગ માટે અપાતી સુવિધા માટે જે જગ્યા અનામત અનામત રાખવામાં આવી હોય અને તે સ્થળ પર જો ખરીદનાર કોઈપણ ફલેટ બુક કરે તો તે ખરીદનારે પહેલા તમામ તપાસ કરવાની જવાબદારી તેમની રહેશે તેમ હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટે જણાવતાં કહ્યું હતું કે, જે કોઈ લોકો ઘર ખરીદતા હોય છે પણ ડેવલોપમેન્ટ પ્લાન વગર તે યોગ્ય નથી. બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરનાર ૨૦ વિરાર બિલ્ડીંગમાં રહેતા મકાન માલિકે અરજી કરી હતી કે, જે જગ્યા રોડ અને ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવી હતી તેમાં બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. અરજી કરનારનાં વકિલે ૯, એપ્રીલનાં રોજ કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યું હતું.
તેમના અસીલ દ્વારા રજીસ્ટર ડોકયુમેન્ટના આધારે તેઓએ ફલેટની ખરીદી કરી હતી. જેમાં તેમને બેંક લોન પણ મળેલી છે ત્યારે અનામત રાખવામાં આવેલી જગ્યા પર જે બિલ્ડીંગનું નિર્માણ થયું છે તેમાં ખરીદનારનો શું વાંક? આ તકે જસ્ટીસ સત્યરંજન ધર્માધિકારી અને જસ્ટીસ બુરગેશ કોલાબાવાલાએ જણાવ્યું હતું કે, અનામત રાખેલી જગ્યા પર કોઈપણ માન્યતા વિનાનું ક્ધસ્ટ્રકશન નહીં થવા દેવામાં આવે કે જે જગ્યા પ્લે ગ્રાઉન્ડ અને રોડ માટે અનામત રાખેલી હોય ત્યારે જજોની બેંચે ડેવલોપર અને લેન્ડોનરને તાકીદ કરી હતી કે બિલ્ડીંગને ખાલી કરવામાં આવે અને તેમાં રહેતા રહેવાસીઓને અન્ય સ્થળ પર સ્થળાંતરિત કરવામાં આવે. જો તે બિલ્ડરો દ્વારા નહીં કરવામાં આવે તો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.