ધોરાજી ખેડૂત હિત રક્ષક સમિતિનું ડે.કલેકટરને આવેદન
ખેડૂતો એફ.સી.આઇ. ને ઘંઉ વેચવામાંથી રહી ગયા હોવ તેવા ખેડૂતોના ઘંઉની ખરીદી કરવા તથા ઘંઉની ખરીદ પૂતળીયાના માપનું પ્રમાણ સુધારવા ધોરાજી ખેડુત હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે.
ધોરાજી ખેડુત હિત રક્ષક સમિતિના પ્રમુખ વિઠલભાઇ હીરપરાએ ડે.કલેકટરને એક આવેદન પાઠવી જણાવ્યું છે કે ઘંઉની ખરીદી એકતો મોડી કરવામાં આવતા અને એવા સમયે જયારે ખેડુતોને વાવણીનો સમય છે
ખેડુતોને મેસેજ મળ્યા હોય ન મળ્યા હોય ખેડુતો હાલ વાવણી કરવામાં લાગ્યા હોય ઉપર ઘંઉનો જથ્થો લઇને તે તારીખે પહોંચી શકેલ ન હોય અને વારો ચાલ્યો ગયો હોય તેવા ખેડુતોને જેમ મગફળીમાં શનિવાર બોલાવતા તેવી રીતે બોલાવવા જોઇએ જેથી ઘંઉ વેચવાથી ખેડુતો વંચિત ન રહી જાય.
નિગમની ગાઇડ લાઇન ૧૦૦ ગ્રામે ૦.૭૫ ગ્રામ એટલે કે પોણો ગ્રામ પૂતળા નીકળે તે પાસ થાય જે પોણો ગ્રામ પુતળા હોય તેમા ઘઉ નાદાણા હોય પરંતુ આ ગાઇડ લાઇન સુધારી ૧૦૦ ગ્રામે ૦.૨ ગ્રામ પુતળા હોય તે ઘઉ માન્ય ગણવા જોઇએ પુતળામાંથી ઘંઉના દાણા બાદ કરતા પુતળાની હોય તે ૦.૨ ગ્રામ જ થાય જે ભાગ્ય થાય માટે અમારી રજુઆત છે કે ઘંઉની ગાઇનલાઇડમાં ખરીદીના સુધારા કરવામાં આવે તેવી માંગણી છે.