બાળકોના પ્યારા પતંગિયાની રસપ્રદ હકીકતો
વિશ્વમાં હાલ પતંગિયાની 28 હજારથી વધુ પ્રજાતિઓ છે, જેમાં મોનાર્ક નામના પતંગિયા કેનેડાથી મધ્ય અમેરિકાનો પ્રવાસ કરીને તેના વતનમાં પરત આવે છે: દિવસ આખો ઉડા-ઉડ કરીને રસ ચુંસે છે તે રાત્રે નિષ્ક્રિય થઇ જાય છે
અમુક પતંગિયા માત્ર ઉનાળા પૂરતા જ જીવે છે, જે ઠંડી શરૂ થતાં જ મૃત્યું પામે છે: ઇંડામાંથી લાર્વાને તેમાંથી ઇયળ બાદ કોશેટો બને જે તોડીને પતંગિયું બહાર આવે છે, તેનું જીવન આ ચાર તબક્કાનું છે
તેમનું દિશાજ્ઞાન અને રસ્તો શોધવાની શક્તિ કોમ્પ્યૂટરથી પણ વિશેષ હોય છે: તેની પાંખો પર રંગ હોતા નથી, પણ તેની સપાટીની રચના કારણે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે: પૃથ્વી પરના આ અદ્ભૂત જીવનું જીવન ટૂંકું પણ અદ્ભૂત હોય છે
પૃથ્વી પરનું અદ્ભૂત જીવ એટલે પતંગિયા. તેની જીવન યાત્રા પણ નિરાલી છે. જીવનના ચાર તબક્કામાં લાર્વા, ઇયળ, કોશેટોને તોડીને પતંગિયું બહાર આવે છે. તેમનું જીવન સાવ ટુકું હોય છે. તેમની પાંખોની સપાટીની વિશિષ્ટ રચનાને કારણે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે. જો કે તેની પાંખોને રંગ હોતા નથી. પૃથ્વી પર સમગ્ર વિશ્વમાં વિવિધ રંગો સાથે નયનરમ્ય નાના-મોટા નવરંગી પતંગિયાની પ્રજાતિ વસે છે. પતંગિયા માત્ર પ્રવાહિ જ ચૂશી શકે છે તે ઘન પદાર્થ ખાઇ શકતા નથી.
પતંગિયાની એક મોનાર્ક નામક પ્રજાતિ કેનેડાથી મધ્ય અમેરિકા સુધી પ્રવાસ કરીને પરત આવે ત્યારે તેનું વતન સરળતાથી શોધી શકે છે. તે 25 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે. તેમનું દિશાજ્ઞાન અને રસ્તો શોધવાની શક્તિ કમ્પ્યૂટર જેવી હોય છે. મગજ પાવરફૂલ હોવાથી તે ખૂબ જ ઓછી શક્તિ વાપરીને ચોક્કસ જગ્યાએ ઉતરાણ કરી શકે છે. રંગબેરંગી પતંગિયા ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઇને આપણું મન પ્રફૂલ્લિત થઇ જાય છે. તેમની આખી જીંદગી ફૂલોની આજુબાજુ જ પસાર કરે છે. ફૂલોના રસોને ચુસીને તે પોષણ મેળવે છે.
વિશ્વમાં હાલ તેની 28 હજારથી વધુ પ્રજાતિઓ છે. તેમનો આકાર-કદ અલગ-અલગ હોય છે. તેમનું કુલ વજન ફૂલની બે પાંદડી જેટલું હોય છે. માદા 400 ઇંડા મૂકે છે, જેનો રંગ પીળો નારંગી જેવો હોય છે. મોટા ભાગે તેના ઇંડા વંદા ખાય જાય છે. આ કારણે તેની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાની ઉત્પતિ આજથી દશ કરોડ વર્ષ પહેલા થઇ હતી. જાણકારો એવું પણ કહે છે કે મનુષ્ય કરતાં પણ પહેલા પતંગિયાનું અસ્તિત્વ મનાય છે.
કેટલાક પતંગિયા પશુઓના મળમાંથી પણ પોતાનો ખોરાક મેળવે છે, તો કેટલાક પાકેલા કેળામાંથી ખોરાક ખાય છે. તેઓ ખોરાક પર ઉભા રહીને તેનો સ્વાદ ચાખે છે, તેમની સ્વાદ પારખવાની શક્તિ પગમાં હોય છે. પતંગિયા ખોરાક માટે આખો દિવસ રખડે છે અને રાતે નિષ્ક્રિય થઇ જાય છે. કેટલાક પતંગિયાને તડકામાં રખડવું ગમે તો કેટલાકને છાંયડામાં ઉડવું ગમે છે. તેઓ સાંભળી શકતા નથી તે માત્ર કંપનથી જ ભય શિકારીને ઓળખી જાય છે. વિશ્વનું સૌથી મોટું પતંગિયું ઓનિયોપ્ટેરા અલેક્ઝાન્ડિયા જાતીનું હોય છે. આપણાં દેશમાં સૌથી મોટું પતંગિયું કોમનબર્ડ નિંગ અને નાની પ્રજાતિનું ગ્રાસ જવેલ જોવા મળે છે.
ઘાસના ખુલ્લા મેદાનો કે ગાર્ડનમાં કે આપણાં ઘરનાં ટેરેસ ગાર્ડનમાં રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. આ બાળકોને ખૂબ જ પ્યારા છે અર્થાત્ બહુ જ ગમે છે. આમ તેમ ઉડતાને ફૂલો પર બેસતા નયનરમ્ય પતંગિયા તેમની સુંદરતા-લક્ષણો વિગેરેને કારણે રોચકતાથી ભરેલ જંતું છે.
બટરફ્લાય-લેપિડોપ્ટેરા નામક એક જંતું છે. તેમની સુંદર પાંખો નવરંગી કલરો સૂર્ય પ્રકાશે ચળકાટ લગાવે છે. ઘણીવાર આપણે પકડી ત્યારે સાવ શાંત થઇ જાયને હથેળીને ખૂલ્લી મૂકો કે અવકાશે ઉડવા લાગે છે. પ્રકૃત્તિ સાથે નજીકનો સંબંધ પતંગિયાને છે. તેની અલગ-અલગ પ્રજાતિઓમાં તે કદમાં નાના-મોટા હોય શકે છે. તેમને પગની ત્રણ જોડી અને લાંબી સૂંઢ જેવી તેની તુંડ હોય છે. તે છોડ-ફૂલ ઉપર પરાગરજના વાહક છે. તેના વિવિધ રંગો બાળથી મોટેરાને આકર્ષે છે. તમે એને નજીકથી જોવો તો કુદરતની કરામતનો ખ્યાલ આવે છે.
આ જંતુનું આયુષ્ય ખૂબ જ ટુકું હોય છે. તે ફૂલ, વૃક્ષો, ફળો વિગેરેના રસ ચુંસે છે. ઋતુચક્રોની સાથે તે તેના જીવનક્રમમાં પણ બદલાવ લાવે છે. અમુક બટરફ્લાય તો ખુલ્લા ઘા માંથી લોહી પણ પીવે છે. આ પ્રજાતિ ઢોર આસપાસ વધુ જોવા મળે છે.
પુખ્ત માદા વૃક્ષોના પાંદડા ઉપર ઇંડા મૂકે છે. કેટલાંક જમીનમાં ઇંડા દાટી દે છે. તેમનામાં લાળ ઉત્પન કરવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે. જંતુંના જન્મ પછી તેના શરીર વિકાસના ક્રમિક તબક્કે ઇંડમાંથી બહાર આવતાં પતંગિયા પ્રથમ ઉડાન ભરે છે.
પુરાતત્વીય શિલ્પકૃત્તિમાં જોવા મળતાં પતંગિયા સૌથી પ્રાચિન જંતું છે. 150 મિલિયન વર્ષ પહેલા તેની હાજરીના અવશેષો મળેલ છે. વિશ્વમાં પતંગિયાની દોઢ લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પ્રાચિન ઇજિપ્તના ભીંત ચિત્રોમાં પતંગિયા જોવા મળે છે. એ જમાનામાં પણ જીવજંતુ-પ્રાણીઓ અને કુદરત સાથે માનવી જોડાયેલો હતો. તેને જોતા આપણું મન આનંદ-પ્રેમ-સુખનો અનુભવ કરે છે.
પતંગિયાની વર્તુંણક ઉપરથી હવામાન ભવિષ્ય કે વરસાદની આગાહી પણ કરાય છે. ચિન દેશમાં પતંગિયાની જોડને મજબૂત લગ્ન પ્રતિક ગણાય છે. ત્યાં બટરફ્લાયના પ્રતિક વગર લગ્ન નથી થઇ શકતા. લુઇસ-14ના દરબારમાં તેમની વિશેષ કાળજી લેવાય હતી. પતંગિયા ઉછેર કેન્દ્ર પણ આવેલા છે.
એન્ટાર્કટિકા સિવાય બધા જ ખંડોમાં જોવા મળે છે
ઝુંડમાં રહેતા પતંગિયામાં પણ 160થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. રશિયન નામ ‘બટર ફ્લાય’ જુના સ્વેલિક શબ્દ ‘બાબકા’ ઉપરથી આવ્યો છે. તેના રંગો મોનોક્રોમ અને જટીલ પેર્ટન સાથે વૈવિધ્યસભર હોવાથી પર્યાવરણ સાથે ભળી જાય છે. તેની મોટી ફોજમાં 15 લાખ પતંગિયા હોય છે. તે કુદરતી રેશમના ઉત્પાદક છે, અને રાત્રે તે ઉંઘતા નથી, કારણ કે તેને તેની જરૂર હોતી નથી. એન્ટાર્કટિકા સિવાય તે પૃથ્વી પરના બધા ખંડોમાં જોવા મળે છે. તેની ગંધ સમજ પાવરફૂલ હોવાથી 10 કિ.મી. દૂરથી તે ગંધ પારખી શકે છે.
મોટાભાગની પ્રજાતિ નિશાચર જીવનશૈલીનું જીવન જીવે છે. તેમની આંખ દરેકમાં એક હજાર કરતા વધુ પાસાવાળા તત્વોથી બનેલી હોય છે. માથા પર આવેલા બે પેરિએટલ એન્ટેના જેવું કામ કરે છે. વિવિધ પ્રજાતિના પતંગિયાના રંગ-રૂપ-આકારો જોઇને આપણે પણ ચકિત થઇ જાય છીએ. તેઓ પાણીથી ડરતા હોય છે અને લાલ-પીળો અને લીલો એમ ત્રણ રંગોમાં પતંગિયા ભેદ પાડે છે. ચિનમાં તેને પ્રેમ અને પ્રેમીઓનું પ્રતિક માનવામાં આવે છે, તેમને હૃદ્ય, નસો કે ધમનીઓ હોતી જ નથી. બધા જ કાર્યો પેટ પર સ્થિત ક્ધટેનર દ્વારા કરવામાં આવે છે.