બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવા મુદ્દે વાતચીતનો દૌર શરૂ થયો
આગામી વર્ષ સુધી કાર ઉત્પાદક કંપનીઓએ ચિપની અછતનો સામનો કરવો પડશે.
કહેવાય છે ચિપ એટલી ચિપ નથી. આ સૂત્રને સાર્થક કરવા માટે ચાઇના નહીં પરંતુ ભારત તાઇવાન સાથે ફ્રી ટ્રેડ કરારો કરવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ભારત દેશમાં સેમિકન્ડક્ટર નું હબ બનશે અને ભારત ગાડી ઉત્પાદન કરતી કંપનીઓ માટે એક આશાનું કિરણ પણ ચાલુ થશે. હાલના તબક્કે આંતરરાષ્ટ્રીય કાર ઉત્પાદક કંપનીઓ અને ચિપની અછતના પગલે ઘણી માઠી અસર નો સામનો કરવો પડી રહ્યો છે. અને હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ સ્થિતિ એક વર્ષ સુધી પ્રવર્તિત રહેશે તેવું માનવામાં પણ આવ્યું છે. આવનારા સમયમાં શીપ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે પરંતુ જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર મળવું જોઈએ તે ન મળવાના કારણે સરકારે 76 હજાર કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર કર્યો છે પરિણામે આ રકમ થકી ભારત દેશમાં આ પ્રકારના યુનિટો વૈશ્વિક રૂપે ઊભા થશે.
તાઇવાન સાથે ભારતનો જો આ કળાને સફળ થાય તો તાઇવાન આક્ષેત્ર માં વિદેશી દેશમાં પોતાની ટેકનોલોજી આપતો દેશ બનશે. બીજી તરફ તાઇવાન ના કારણે યુનાઈટેડ સ્ટેટ માં પણ આ પ્રકારે હબ બનાવવામાં આવ્યું છે. તાઇવાન સાથેના કરાર અંતિમ તબક્કા માં પહોંચે તે માટે ભારતે વિવિધ સાઇટ નેપાળ આઈડેન્ટિફાય કરી તે અંગેની માહિતી તારી માં ને સુપ્રત કરી છે. ભારતમાં ચીપની ડિમાન્ડ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે ચીપ ઉત્પાદક કંપનીઓને ભારતમાં સ્થાયી થવા અને ટેકનોલોજી પૂરી પાડવા માટે સતત પ્રયત્ન હાથ ધરી રહ્યું છે. આ મુદ્દે ભારત અને તાઇવાન વચ્ચે બે તબક્કામાં વાતચીતનો દોર પણ પૂર્ણ થયો છે.
બીજી તરફ જે કાર ઉત્પાદક કરતી કંપનીઓ છે તેને પણ આની પાછળ ખૂબ સતાવી રહી છે અને પ્રાથમિક માહિતી મુજબ આવનારા એક વર્ષ સુધી પણ આ સ્થિતિ યથાવત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ તકે જો કાર ઉત્પાદક કંપનીઓને યોગ્ય રીતે મળતી થાય તો કાર ઉત્પાદન પૂરતી માત્રામાં શક્ય થઈ શકશે જે દિશામાં હાલ ભારત દેશ આગળ વધી રહ્યું છે.
આગામી 12 મહિનાના સમયગાળામાં ૮૩ ટકા લોકો વાહનોની ખરીદી કરશે
ભારત દેશમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં એ વાત સામે આવી કે આગામી એક વર્ષના સમયગાળા દરમ્યાન ૮૩ ટકા લોકો નવા વાહનોની ખરીદી કરશે જે ફોટો ક્ષેત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ રહ્યા છે. ઓટો ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે દેશની આર્થિક સ્થિતિમાં અનેક અંશે સુધારો આવી રહ્યો છે પરિણામે ઓટો ઇન્ડસ્ટ્રી ખૂબ વેગવંતુબનશે.
આ અંગેનો સર્વે 2.7 લાખ ગ્રાહકો ઉપર કરવામાં આવ્યો હતો. પંચક આ જેટલા ગ્રાહકો પોતાની પર્સનલ કાર લેવા માટે ઇચ્છા દર્શાવી રહ્યા છે જ્યારે ૩૩ ટકા લોકો નવા ઘરની ખરીદી કરવા આ અંગે વિચાર કરે છે. તમે આ સ્થિતિને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા સમયગાળામાં ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી ખૂબ વેગવંતી બનશે અને તેનો સીધો ફાયદો સરકારને પણ થશે.
શું અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાના દિવસો આવી રહ્યા છે?
લેબર લો મા જે બદલાવ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આવનારા સમયમાં કદાચ એક સપ્તાહમાં માત્ર કામદારોએ ચાર દિવસ જ કામ કરવાનું રહેશે ત્યારે વિવિધ રાજ્યોના લેબર કાયદાને એકતાંતણે બાંધી ભારત યુનિફોર્મ લેબર લો અમલી બનાવવા માટે વિચાર કરી રહ્યું છે.
જેના માટે ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સિલ એ વડાપ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી અને કાયદાને ખૂબ સરળ બનાવવાની હિમાયત પણ કરી છે જો આ કાર્ય સફળ થાય તો રોજગારીને ખૂબ જ વેગ મળશે અને ઔદ્યોગિક વિકાસ પણ પૂર્ણ થઈ શકશે. યુનિયન લેબર મિનિસ્ટ્રી દ્વારા ૨૯ સેન્ટ્રલ લેબર લો ને ચાર કોડ માં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં કોડ ઓફ વેજ, કોડ ઓન સોસીયલ સિક્યુરિટી,ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, અને ઓક્યુપેસનલ સેફટી ,હેલ્થ અને વર્કિંગ કન્ડિશનમાં કોડ બનાવવામાં આવ્યા છે.