સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.
Trending
- કાર્યકરો – લોકોના આશિર્વાદથી સેવાકાર્યા માટે ઉર્જા મળે છે: ઉદય કાનગડ
- માંગરોળ: બંદર ખાતે ઈ-કેવાયસી કાર્યક્રમ યોજાયો
- કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખ થી વધુ સેહલાણીઓએ ભાગ લીધો
- નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ
- જૈન ચાતુર્માસ આજે પૂર્ણ :સાધુ વિચરતા ભલા
- રેલવે વિભાગના મુંબઈ ડિવીઝન DRM નીરજ વર્મા અને GM અશોક મિશ્રા ઉમરગામની મુલાકાતે
- Junagadh : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ
- “જનજાતિય ગૌરવ દિવસ” રાજ્ય કક્ષાની ઉજવણી