દમ મારો દમ

કોરોના મહામારીને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાણવા, માસ્ક પહેરવા સહિતના પગલાં ઘણા અંશે કારગત નીવડે છે. ધીમી ગતિએ બજારમાં વાઇરસની રસી શોધવાની હોડ પણ જામી છે. વર્તમાન સમયે વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર ફાર્મા છે. ફાર્મા સેકટરને કોરોના મહામારી ને કારણે અનેક ગણો ફાયદો પણ થયો છે. આવા સંજોગોમાં કોરોનાની દવા વિકસાવી લીધી હોવાના દાવાઓ પણ અનેક વખત થઈ ચૂક્યા છે. આ દાવાઓ મૂળભૂત રીતે તો ધંધા માટેના છે

સામાન્ય રીતે કોઈ પણ રોગની રસી વિકસાવવા માટે પરીક્ષણ પાછળ લઘુતમ ત્રણ વર્ષ જેટલો સમય લાગતો હોય છે કોરોના મહામારી આવ્યાને હજુ સાતથી આઠ મહિના જેટલો સમય થયો છે આવા સંજોગોમાં કેવી રીતે કોઈ મહામારી ની રસી શોધાઈ ગઈ હોય તેના પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં એસ્ટ્રા વેક્સિન આગામી મહિનાથી કપાવાનું શરૂ થશે જોકે પરીક્ષણ બાબતે હજુ કેટલાક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

ઉતાવળમાં તૈયાર કરેલી રસીના કારણે  શારીરિક અથવા તો માનસિક તકલીફો પણ ઊભી થઈ શકે તેવી દહેશત સેવાય રહી છે જો પૂરતું પરીક્ષણ નહીં થયું હોય તો અત્યારે કોરોના મહામારીની રસી લેનાર વ્યક્તિને નજીકના ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. માટે અધકચરી રસી ભવિષ્યમાં વ્યક્તિ ઉપર જોખમ બની શકે.

દેશમાં આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે. રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે  અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરુ કરી દેવામાં આવી છે.  આવનારા વર્ષની શરુઆતમાં રસીને મંજૂરી મળ્યા બાદ અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.