રાજકોટના વિવિધ એશો.ના આગેવાનો સાથેની વન ટુ વન મિટીંગમાં વેપાર વહેવાર વિસ્તરણ માટે કરાયો પરામર્શ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના વેપાર ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવેલ કેરેલા હિન્દુઈકોનોમી ફોરમના 31 વેપારી આગેવાનોએ ચેમ્બરની કાર્ય પ્રણાલીથી અભીભૂત થયા હતા.
કેરેલા હિન્દુ ઈકોનોમી ફોરમના 31 જેટલા વિવિધ સેકટરના વ્યાપારી એકમોના પ્રતિનિધિ મંડળો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાતે આવેલ . જેમાં બન્ને શહેરો વચ્ચે બિઝનેશ ડેવલોપ થાય તે માટે મિટીંગ યોજવામાં આવેલ. જેમાં હિન્દુ ઈકોનોમી ફોરમના પ્રમુખ પદમભુષણ તથા ઉપપ્રમુખનાથ વિષ્ણુ સહિત 31 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આ મિટીંગમાં રાજકોટ શહેરના વિવિધ સેકટરના એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન મિટીંગ કરાવેલ.
મિટીંગના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ આવકારી જણાવેલ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને ઉદ્યોગકારો પાસે એવી તાકાત છે કે તેઓ ધારે તે પ્રોડકટસનું ઉત્પાદન કરી સમગ્ર વિશ્વમાં સપ્લાય કરી શકે છે . ત્યારે આવનારા દિવસોમાં બિઝનેશને ચોથ આપવા અને બજારમાં ટકી રહેવા માટે દેશના ખુણે ખુણે બિઝનેશ કરવો પડશે . હાલનાં સમયમાં આપણે અન્ય શહેરોમાં ડાય રેકટ માલ સપ્લાય કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે . ત્યારે કેરેલા એવું સ્ટેટ છે કે ત્યાં વેપાર કરવાની વિપુલ તકો રહી છે અને દરેક પ્રોડકટસ આપણે સરળતાથી સપ્લાય કરી શકીએ . આપણાં ઘર આંગણે કેરેલા સ્ટેટમાંથી વિવિધ સેકટરનું ડેલીગેશન આવેલ છે તો તેઓની સાથે સંપર્ક કરી આપણા બિઝનેશને વધુ ને વધુ વેગ મળે તે શુભ આશય સાથે આ મિટીંગ યોજવામાં આવેલ છે.
લોઠડા પિપલાણા – પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઈ સરધારાએ બન્ને શહેરો વચ્ચે વ્યાપારમાં વૃદ્ધિ થાય અને ડાયરેકટ માલ સપ્લાય થાય તે માટે વિચાર વિામર્શ કરવામાં આવેલ .
ત્યાર બાદ હિન્દુ ઈકોનોમી ફોરમના પ્રમુખ પદમભુષણએ રાજકોટ ચેમ્બર દ્વારા યોજવામાં આવેલ મિટીંગ બદલ સહદય આભારની લાગણી વ્યકત કરતા જણાવેલ કે હિન્દુ ઈકોનોમી ફોરમ કરેલા સ્ટેટમાં આવા 7ર જેટલા ફોરમો કાર્યરત છે તેઓને સાથે રાખી અને બિઝનેશને ડેવલોપ કરી શકે તે માટે મદદરૂપ થાય છે . ત્યારે રાજકોટ અને કેરેલા વચ્ચે વ્યાપારમાં વુધ્ધિ થાય તેવી આશા વ્યકત કરેલ અને કેરેલામાં વ્યાપાર કરવા માટે જે કાંઈપણ મદદની જરૂરીયાત પડે તે સંપુર્ણ આપવા તત્પર છે .
ત્યાર બાદ રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઈ બારસીયાએ સંસ્થાની કામગીરીનો ચિતાર આપતા જણાવેલ કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર – ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી 69 વર્ષ જુની વરિષ્ઠ મહાન સંસ્થા છે અને તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે સરકારશ્રી તથા વિવિધ વિભાગોમાં રજુઆતો કરી મિટીંગો કરી તેઓના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરી રહયું છે . રાજકોટ ચેમ્બરમાં ર500 થી વધારે ડાયરેકટ મેમ્બર છે તેમજ 100 વધુ વિવિધ સેકટરના એસોસીએશનો જોડાયેલ છે. મિટીંગમાં કેરેલા હિન્દુ ઈકોનોમી ફોરમમાંથી વિવિધ સેકટ ર માંથી આવેલ વ્યાપારી એકમોના પ્રતિનિધિઓ દ્વારા વન ટું વન પરિચય આપી કેરેલામાં કઈ કઈ પોકસ માટે બિઝનેશની જાણ કરેલ . જેમાં ખાસ કરીને એગ્રો સાધનો, ડ્રીપ ઈરીગેશન, કીચન વેર, હોટલ ફૂડ, ઈન્ડસ્ટ્રીઝના સાધનો, હોસ્પિટલના સાધનો, પંપ, મોટર, બિલ્ડીંગ હાડવેર, જેવી વિવિધ પ્રોડકટસની વ્યાપાર માટે તકો રહેલ છે . તેમજ રાજકોટ શહેરમાંથી વિવિધ સેકટરના એસોસીએશનના પ્રતિનિધિઓએ પોતાનો પરિચય આપી રાજકોટમાં બનતી અલગ – અલગ પ્રોડકટસની પણ જાણકારી આપવામાં આવેલ.
સમગ્ર મિટીંગનું સંચાલન અને ઉપસ્થિત કેરેલાના પ્રતિનિધિ મંડળ અને શહેરના વિવિધ એસોસીએશનના પ્રિતિનિધિઓનો મિટીંગમાં ઉપસ્થિત રહેલા બદલ અભાર વ્યકત રાજકોટ ચેમ્બ ર ના ટ્રેઝ રર શ્રી વિનોદભાઈ કાછડીયાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.