ભલે સાંભળવામાં થોડું મનઘડત વાર્તા જેવું લાગે પરંતુ દુનિયાના કેટલાક ધનાઢ્ય ઉદ્યોગપતિઓ હવે જમીનના બદલે સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવાનું વિચારી રહ્યા છે. આ અંગે ગંભીરતાથી કામ પણ કરવામાં આવી રહ્યું છે. ડિસ્કવર મેગેઝિનને આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવા પાછળ અમુક વાજબી કારણો પણ છે. ધરતી પર સંસાધનોનો ખૂબ ઉપયોગ થઈ ચુક્યો છે. વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે સંસાધનોનો ઉપયોગ મર્યાદિત કરવાની જરૂરિયાત છે.
ઉદ્યોગપતિઓ સ્પેસની વાટ પકડી રહ્યા છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધરતી પર જે સંસાધનો બચ્યા છે તે મનુષ્યોના અસ્તિત્વ માટે જરૂરી છે. માણસે હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ધરતી બહાર પગ મૂકવો પડશે અને બીજા ગ્રહો અને અવકાશમાં આવેલા નાના ગ્રહોના સંસોધનોનો ઉપયોગ કરવો પડશે. સ્પેસ સાયન્સે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે.
સ્પેસ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસમાં ઉદ્યોગોને સોલાર સિસ્ટમના માધ્યમથી ધરતીની સરખામણીમાં વધારે મદદ મળશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવ સંસ્કૃતિ હવે વિકાસના એ સ્તર પર પહોંચી ગઈ છે કે હવે તેમણે ધરતી બહાર પગ મૂકવો પડશે. આ સાંભળવામાં થોડું અજુગતું લાગશે પરંતુ બીજા ગ્રહોના સંસાધનોનો ઉપયોગ કરવું શક્ય છે.
એમેઝોને પોતાની સ્પેસ કંપની લુનર લેન્ડર શરૂ કરી
સ્પેસમાં સંસોધનોના ઉપયોગની દિશામાં વૈજ્ઞાનિકો ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે. એસ્ટ્રોઇડ માઇનિંગ ટેક્નોલોજીનો વિકાસ કરવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવાના મિશન માટે દુનિયાભરના અબજોપતિઓ ફંડ આપી રહ્યા છે. આમા એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ પણ સામેલ છે. ડિસ્કવર મેગેઝિન સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ધરતીને બચાવવા માટે આપણ હવે સ્પેસનો રસ્તો પકડવો પડશે. હવે આ જરૂરી બની ગયું છે. ગત મહિને જ જેફ બેઝોસે પોતાની સ્પેસ કંપની લુનર લેન્ડરની જાહેરાત કરી હતી.
જોકે, સ્પેસમાં ફેક્ટરીઓ લગાવવામાં હજી ઘણો સમય બાકી છે. પાંચ વર્ષ પહેલા કેલિફોર્નિયાની એક સ્ટાર્ટઅપ કંપનીએ મેડ ઈન સ્પેસ એવી પ્રથમ કંપની બની હતી જેને ઝીરો ગ્રેવિટીમાં એક વસ્તુની થ્રીડી પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ કંપનીએ વર્ષ 2018માં નાસા સાથે મોટો કરાર કર્યો હતો. નાસા સાથે મળીને કંપની હાઇબ્રિડ મેટલ મેન્યૂફેક્ચરિંગ સિસ્ટમ ડેવલપ કરવાની દીશામાં કામ કરી રહી છે.