લકઝરીથી લથબથ લગ્ન…. રાજકોટનાં સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયના શાહી-શાનદાર-રજવાડી લગ્નએ સૌ કોઈનું ધ્યાન દોર્યું છે. ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસ ખાતે કરાયું છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જય ઉકાણીના મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે થનાર લગ્નના સમારંભની આજથી શાહી શરૂઆત થઈ ગઈ છે.
ગઇકાલ સાંજે આયોજિત મહેંદી રશમમાં અનોખો જ નજારો જોવા મળ્યો હતો કે જેમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમકે બોટલમાં રિંગ નાખવાની, ફુગ્ગા ફોડવા, એર ગન ગેમ. આ દરમિયાન દરેકને રાજસ્થાની પાઘ અને રંગબેરંગી ચુનરી પેહરવામાં આવી હતી.
આ તકે મહેંદી સેરેમનીમાં ઈન્ડિયન આયડલના ગાયક કલાકારો અને તારલાઓએ રમઝટ બોલાવી હતી. આખો સેટ વિવિધ પ્રકારના કલરફૂલ ફૂલથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. સાંજે રોયલ રજવાડી સ્ટાઇલમાં બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક સોનેરી પડદાના કલાકરોએ શાનદાર પર્ફોર્મન્સ કર્યું.
ભગવાન દ્વારકાધિશની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં ઐશ્વર્યા મજુમદાર દ્વારા દાંડિયાનું ધમાકેદાર સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. આ તાલમાં સૌ કોઈ પૂર્ણ રીતે મગ્ન થઈ જુમ્યા હતા.
બે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
સમગ્ર વિશ્વમાં લગ્નમાં પ્રથમ વખત એવી ઘટના બની જે ક્યારેય પણ કયાય પણ બની નહીં હોય. ગઇકાલના રોજ બે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દર્જ થયા. 1. સૌથી વધારે ફ્લાવરની ચા સર્વ થઈ… બાનલેબની ટી કેર તરફથી 65 પ્રકારના અલગ અલગ સ્વાદની ચા પીરસવામાં આવી. જેનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો.
દુનિયાનું સૌથી વિશાળ ગિફ્ટ બોક્ષ: બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બોક્ષ જય અને હિમાંશીને આપવામાં આવ્યું. જેની સાઈઝ 12ft x 12 ft x 12ft… આ પણ વર્લ્ડ રેકોર્ડ બન્યો. આ વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જયુરી મેમ્બરની ટિમ અહી ખાસ ઉપસ્થિત રહી હતી. આ 65 સ્વાદની ચા જોઈ પ્રખ્યાત પેલેસ ઉમેદભવનનું સંચાલન કરનાર તાજ ગ્રુપના જનરલ મેનેજરએ આ સ્પેશિયલ ચાને જબરજસ્ત પ્રતિસાદ આપી આવકારી એમના દરેક લકઝરી હોટેલના મેનુમાં સામેલ કરવા માટે ઉત્કૃષ્ટતા દાખવી છે.