આરબ કન્ટ્રી માં રહેતા ૧૨૦૦ ગુજરાતી ઓ ને માદરે વતન મોકલવા વ્યવસ્થા કરતા ભરતભાઈ કરશનભાઇ નારોલા સામાન્ય ખેડૂત પરિવાર માંથી ડાયમંડ જવેલરી કિંગ બનેલ ભરતભાઈ નારોલાની સફળ રજુઆત ૭ પ્લેન દ્વારા ૧૨૦૦ ગુજરાતીઓ માદરે વતન મોકલવા વ્યવસ્થા કરી.
દામનગરનું અનમોલ રત્ન સામાન્ય ખેડૂત પરિવાર માંથી ઉન્નત થઇ દુબઈ દુબઈ ને કર્મભૂમિ બનાવનાર ભરતભાઈ કરશનભાઇ નારોલાએ લોક ડાઉનથી આરબ કન્ટ્રીમાં ફસાયેલ ૧૨૦૦ ગુજરાતીઓને માદરે વતન મોકલવા વ્યવસ્થા કરી.
દામનગરમાં હીરાધસુ તરીકે મંજૂરી કરી ડાયમંડ જવેલરીમાં નામદામ કમાય વિશ્વના અનેક દેશો માં જવેલરી શોપ ધરાવતા ભરતભાઈ નારોલા એ ૧૨૦૦ જેટલા ગુજરાતીઓ માટે વિદેશ મંત્રાલય સુધી રજુઆત કરી સફળતા મેળવી
પ્રધાનમંત્રી મોદીના આરબ દેશો ના પ્રવાસ માં અવાર નવાર મુલાકાતો થી નિકટ સબંધ ધરાવતા ભરતભાઈ કરશનભાઈ નારોલા એ વતન ની વાટે આરબ કન્ટ્રી માં વસતા ગુજરાતી ઓ ૨૦ થી વધુ પ્રેગનેટ બહેનો સહિત ૧૭૪ ગુજરાતી ઓને માદરે વતન રવાના કર્યા હતા.
આરબ કન્ટ્રી દુબઈ માં રહેતા ગુજરાતી ઓ માટે ૭ પ્લેન માં ૧૨૦૦ જેટલા ગુજરાતી ઓ ને માદરે વતન પહોંચાડવા માટે અનેકો સરકાર ના મંત્રી ઓ અધિકારી ઓ સાથે વતન થી દુર બેઠા બેઠા સંકલન કરી વતન ની વાટે રહેલ ગુજરાતી ઓ માટે સુંદર વ્યવસ્થા કરી હતી.