વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 કાર્યક્રમ માટે દેશ વિદેશથી મુલાકાત લેનાર મુલાકાતીઓને એરપોર્ટ ઉપર કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ બ્યુટીફીકેશન કરાયું છે
18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે આ ઇવેન્ટ દરમિયાન દેશ-વિદેશથી મહાનુભાવો તેમજ મલ્ટીનેશન કંપનીનાં CEO આવનાર હોઇ, અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓને ગુજરાતની ઝાંખી, રાજ્યનાં ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્રમાં થયેલ નોંધપાત્ર વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલ રોકાણની વિપુલ તકોથી પરિચિત કરવા જેવા મુદાઓને સાંકળી લઇ એરપોર્ટ બ્યુટીફીકેશન કરાશે
એરપોર્ટ બ્યુટીફીકેશનની કામગીરી અંતર્ગત સમિટ દરમિયાન ટર્મીનલ 1 અને 2ના આગમન અને પ્રસ્થાન ઉપર સુવિધાઓથી સજ્જ વાઇબ્રન્ટ ગુજરાત માટેની સ્પેશીયલ લોન્જ બનાવવામાં આવશે. તેમજ મહાનુભાવોને બેઠક વ્યવસ્થા અને જે તે સ્થળે પહોંચવા લાયઝનીંગ ઓફીસર રાખવામાં આવેલ છે. સેરેમોનીયલ લોન્જની બાજુમાં કાર્યક્રમ માટે પધારનાર સ્ટેટ ઓફ હેડને ગાર્ડ ઓફ હોનર પણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ સમિટ-2019માં ઉપસ્થિત રહેનાર બિઝનેસમેન અને CEO
1.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી
2.તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન
3.આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા
4.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
5.ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ
6.સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી
7.કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
8.ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
9.ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
10.કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક
11.કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી
12.આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી
13.ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
14.હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડન્ટ સંદીપ સોમાની
15.વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા
16.એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
17.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર
18.ઓએનજીસીના ચેરમેન શશિ શંકર
19.આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ