- BSE સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો; નિફ્ટી50 21,500ને પાર
- વૈશ્વિક બજારમાં તેજીનો પવન ફૂંકાયો
શેર માર્કેટ ન્યૂઝ : આજે 1 એપ્રિલ, સોમવારે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 317 અને 129 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા છે. બીજી તરફ અમેરિકન બજાર અને એશિયન બજારોમાં પણ તેજીનું વલણ છે.
એપ્રિલ મહિના અને ચાલુ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 317 પોઈન્ટ અપ 73,968 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 129 પોઈન્ટના વધારા સાથે 22,455 ના મથાળે ખુલ્યો હતો.
શેરબજારની મજબૂત શરૂઆત :
1 એપ્રિલ, સોમવારના રોજ BSE Sensex ગત 73,651 ના બંધ સામે 317 પોઈન્ટના વધારા સાથે 73,968 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,326 ના બંધની સામે 129 પોઇન્ટનો સુધારો નોંધાવી 22,455 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મજબૂત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 74,000 અને 22,500 ને પાર કરી ગયા છે. સાથે જ Nifty બેંક અને Nifty IT પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
સેન્સેક્સ :
શેરબજારના શરુઆતી કારોબારમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, HDFC બેન્ક અને કોટક મહિન્દ્રા સેન્સેક્સમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક ટોપ લુઝર રહ્યા હતા.
વૈશ્વિક માર્કેટ :
માર્ચમાં સોનું 9.2% વધીને નવી વિક્રમ સપાટીએ પહોંચ્યું છે, જુલાઈ 2020 પછીનો સૌથી મોટો માસિક લાભ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ત્રીજીવાર સાપ્તાહિક અને માસિક વધારો નોંધાયો છે. માર્ચમાં ક્રૂડ ઓઇલમાં 6.2%નો વધારો થયો છે, જે સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો માસિક વધારો છે.
DOW અને S&P 500 નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા છે. સોનું પણ 2250 ડોલરને પાર કરી લાઈફ હાઈ પર બંધ રહ્યું છે. DII માં માર્ચમાં રુ. 56311 કરોડનું વિક્રમી માસિક રોકાણ નોંધાયું છે.