- થિમેટિક ફંડ્સમાં હાઇ રિટર્ન મળે છે .
બિઝનેસ ન્યૂઝ : અત્યારે લોકોમાં થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની ધૂન સવાર છે. થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધ્યું છે. થિમેટિક ફંડ્સ એવા મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, જે કોઇ ચોક્કસ થીમ સાથે સંબંધિત શેરમાં પૈસા લગાવે છે. ઉદાહરણ તરીકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ ફંડ. સિમેન્ટ, પાવર, સ્ટીલ જેવા સેક્ટરની કંપનીઓના શેરમાં રોકાણ કરશે. થિમેટિક ફંડ્સ સામાન્ય રીતે સેક્ટર સ્પેસિફિક ફંડ્સ કરતાં વધુ ડાયવર્સિફાઇડ હોય છે.
કોઇ ચોક્કસ થીમથી લાભ લેવા માટે સંભવિત સેક્ટરની ઓળખ કરવા માટે ફંડ મેનેજર ટોપ-ડાઉન અને બોટમ-અપ બંને યુક્તિઓનો ઉપયોગ કરે છે. ટોપ-ડાઉન પ્રક્રિયામાં ફંડ મેનેજર સેક્ટર અથવા સ્ટોક પસંદ કરતી વખતે બજાર અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખે છે. જ્યારે બોટમ-અપ પ્રક્રિયામાં ફંડ મેનેજર કોઇ કંપનીમાં રોકાણ કરવું કે નહીં એ નક્કી કરવા માટે તે કંપનીના ફંડામેન્ટલ્સ પર રિસર્ચ કરે છે.
ફંડ મેનેજર તમામ પ્રકારના માર્કેટ કેપવાળા શેરોમાં રોકાણની તકો શોધે છે. જેથી લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળામાં મૂડીમાં સારી વૃદ્ધિ થઈ શકે. થીમેટિક ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં આવે છે. અને ટેક્સ પણ તેની પર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ જ લાગે છે.
જો રોકાણના એક વર્ષની અંદર રિડીમ કરવામાં આવે તો કેપિટલ ગેઈન એટલે કે નફા પર 15 ટકા ટેક્સ લાગશે. રોકાણના એક વર્ષ પછી પૈસા ઉપાડવા પર એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના નફા પર કોઈ ટેક્સ નહીં લાગે. 1 લાખ રૂપિયાથી વધુના નફા પર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે.
હવે એ સમજીએ કે થીમેટિક અથવા સેક્ટોરલ ફંડ્સ તરફ લોકોનો ઝોક શા માટે વધ્યો છે? તેનું એક કારણ હાઇ રિટર્ન છે.
બજારો વધે ત્યારે રોકાણકારો મોટાભાગે થીમેટિક ફંડમાં રોકાણ કરવા આકર્ષાય છે. અને કોઈ ચોક્કસ થીમ અથવા ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરીને કરીને માર્કેટને મ્હાત કરનારુ રિટર્ન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. સરકારનું ધ્યાન અર્થતંત્રના વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર છે. જેના કારણે વર્ષ 2023માં જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે, PSU, કન્ઝપ્શન, ESG – એટલે કે એનાર્યમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ – અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા થીમેટિક ફંડ્સે વધુ સારું રિટર્ન આપ્યું છે. આ કારણોસર પણ લોકો થીમેટિક ફંડમાં રોકાણ કરવા માંગે છે.
થિમેટિક ફંડ
થિમેટિક ફંડ અન્ય ઇક્વિટી ફંડ કરતાં ઓછા ડાયવર્સિફાઇડ હોય છે. કારણ કે લાર્જ અને મિડ માર્કેટ કેપવાળી કંપનીઓમાં રોકાણ કરવાને બદલે આ ફંડ્સ થીમને લગતા શેરો પર ફોકસ કરે છે. નિષ્ણાતો માને છે કે ડાયવર્સિફાઇડ ન હોવાના કારણે થીમેટિક ફંડ્સમાં જોખમ વધારે છે. જેથી તમામ પ્રકારના રોકાણકારો માટે તે યોગ્ય ફંડ નથી.
તાજેતરના વર્ષોમાં, ફંડ હાઉસોએ જાહેર ક્ષેત્રના અન્ડરટેકિંગ (પીએસયુ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, MNC, બિઝનેસ સાયકલ અને મેન્યુફેક્ચરિંગ ફંડ્સ જેવી વિવિધ થીમ્સ રજૂ કરી છે. દાખલા તરીકે, PSU ફંડમાં SBI, કોલ ઈન્ડિયા અને ONGC જેવી એન્ટિટીના સ્ટોકનો સમાવેશ થાય છે. બીજી તરફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને KNR કન્સ્ટ્રક્શન જેવા બાંધકામ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં સંકળાયેલી કંપનીઓને લક્ષ્ય બનાવે છે.
.
નાણાકીય નિષ્ણાતો ભલામણ કરે છે કે શિખાઉ રોકાણકારો થીમેટિક ફંડ્સને ધ્યાનમાં લેતા પહેલા ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સથી શરૂઆત કરે. થીમેટિક ફંડ્સ વળતર વધારવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે અને સંકળાયેલ જોખમોને સમજવા અને સ્વીકારવા તૈયાર છે. ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓનો સમાવેશ કરતા મુખ્ય પોર્ટફોલિયોની સાથે સેટેલાઇટ પોર્ટફોલિયો તરીકે થીમેટિક ફંડ્સ ફાળવવાનું સૂચન કરવામાં આવે છે.
રોકાણકારો એકસાથે અથવા વ્યવસ્થિત રોકાણ દ્વારા થીમેટિક ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે. જો રોકાણકારો સમયાંતરે સાનુકૂળ ઘટનાઓ બહાર આવવાની અપેક્ષા રાખે તો અચંબિત અભિગમ લાભદાયી બની શકે છે, જ્યારે તેઓ માને છે કે થીમ કોઈપણ સમયે સારું પ્રદર્શન કરી શકે છે તો એકસાથે રોકાણ યોગ્ય છે.
સેબીની ગાઇડલાઇન્સ અનુસાર. ફંડ મેનેજરે સ્કીમની ટોટલ એસેટના 65 ટકા અલગ અલગ માર્કેટ કેપિટલાઇઝેશન જેમ કે લાજ, મિડ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં રોકાણ કરવાનું હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ફ્લેક્સી કેપ ફંડમાં ફંડ મેનેજરની પાસે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને લાર્જ, મિડ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં પૈસા લગાવવાની સ્વતંત્રતા હોય છે. દાખલા તરીકે જ્યારે બજારમાં તેજીનો તબક્કો હોય તો ફંડ મેનેજર એક માર્કેટ કેપમાંથી બીજામાં એલોકેશન બદલી શકે છે. જેનાથી સારું રિટર્ન મેળવવામાં મદદ મળે છે.
વેલ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ્સે એક વર્ષમાં 33 ટકા, ત્રણ વર્ષમાં 20 ટકા અને 5 વર્ષમાં 18 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે. તેણે બેંચમાર્કને રિટર્નના કિસ્સામાં લગભગ 1 ટકાથી પછાડ્યો છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં 26.8 ટકા, ત્રણ વર્ષમાં 16.3 ટકા અને 5 વર્ષમાં 15.6 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે. અને 1 વર્ષમાં તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સારુ રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. જ્યારે ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં 29 ટકા, ત્રણ વર્ષમાં 17 ટકા અને 5 વર્ષમાં 16 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે.