• અમદાવાદના રીવરફન્ટ ખાતે તા.૧૬,૧૭,૧૮ ફેબ્રુઆરીએ ત્રિદિવસીય વિશિષ્ટ આકર્ષણરૂપ કાર્યક્રમો

  • રાજપૂત મહિલાઓ માટે ખાસ ૬૦ સ્ટોલ: અખિલ ગુજરાત, રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત મહિલાઓ માટે બિજનેસ એકસ્પો તા.૧૬,૧૭,૧૮ના રોજ અમદાવાદના રીવરફ્રંટ ખાતે યોજાયો છે. જેનો માત્ર રાજપૂત સમાજના લોકોને જ નહી બલ્કે તમામ સમુદાયના લોકો ખાસ કરીને મહિલાઓને લાભલેવા ‘અબતક’ના આંગણે આવેલા ડેલિગેશને અપીલ કરી છે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજીત બિજનેશ એસ્પ્રો ૨૦૧૮માં રાજપૂત મહિલાઓ માટે પોતાનું કૌશલ્ય બતાવવા તથા વેપાર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં રસ લઈ આગળ પ્રગતિ કરવાની પ્રેરણા મળે તે માટે મહિલાઓ માટે ખાસ રાજપૂતાણી પેવેલીયનમાં ૬૦ જેટલા વિશિષ્ઠ સ્ટોલ્સ રાખેલ છે. જેમાં માત્ર રાજપૂત મહિલાઓ દ્વારા વેપાર બિઝનેશ લઘુ ઉદ્યોગ કરાતો હોય. તેમના દ્વારા સંચાલન અને મેન્યુફેકચરીંગ કરાતું હોય તેવા સ્ટોલ્સ હશે ખાસ પ્રમોશનથી ૮૦ ટકા સબસીડીથી રાજપૂતાણીઓને પોતાનું કૌશલ્ય અને શકિત બતાવવા પ્રોત્સાહન પૂરૂ પાડીને ખાસ રાજપૂત મહિલાઓને સમાજની સંસ્કૃતિ સંસ્કાર અને સ્વમાન સાથે વેપાર ઉદ્યોગ લઘુ ઉદ્યોગમં ભાગ લઈ સમાજને નવો રાહ ચિંધ્યા અને સ્વનિર્ભર થવાના હેતુથી આયોજન કરેલ છે.

રાજપૂત બિઝનેશ એકસ્પ્રોને સફળ બનાવવા સંઘના એમ.ડી. ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, વિશુભા ઝાલા સહિતની એકસ્પ્રો કમીટી તથા મહિલા સંઘના અગ્રણી, દશરથબા પરમાર, શારદાબા જાડેજા, જયશ્રીબા જાડેજા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટના મહિલા અગ્રણીઓ સીતાબા જેઠવા, હશીનીબા જાડેજા, હિનાબા ગોહિલ, અલ્પનાબા રાણા રજનીબા રાણા કિર્તીબા ઝાલા, પૂજાબા જાડેજા સહિતના મહિલા કાર્યકરો અલગ અલગ વિસ્તારમાં પ્રચાર, પ્રસાર કરી મહિલાઓમાં જાગૃતતા આવે અને રાજપૂત મહિલાઓ લઘુ ઉદ્યોગ, મેન્યુફેકચરીંગ સહિતના વેપારમાં રસ લે તે હેતુથી જહેમત ઉઠાવી રહેલ છે. તેમ બળદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવવામાં આવેલ છે.

માર્ગદર્શન શિબિર

આજરોજ તા.૧૪ બુધવાર રાત્રે ૯ વાગ્યે રાજપૂત ગરાસીયા બોર્ડીંગ રજપૂત પરા શેરી નં.૨ ખાતે રાજપૂત બીઝનેશ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.તેમ યુવાનો, વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.