ફુડ, જવેલરી, ગેમ્સ, કપડા વગેરે જેવી આઈટમ્સના ૨૫૦થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા, હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટયા
એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ, સદગુરૂ દેવશ્રી રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ સ્વ. એમ.જે. કુંડલીયા ઈગ્લીશ મીડીયમ મહિલા કોમર્સ કોલેજ-સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ સિટી તથા આરએમસીનાં સંયુકત ઉપક્રમે તા.૨ અને ૩ ના રોજ બિઝનેસ ફિએસ્ટા ૨૦૧૯નું આયોજન ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યુંં છે.અમારા સ્ટોલમાં લોકો ખરીદી કરે ત્યારે આનંદ થાય
અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થીની જાનવી સોજીત્રા એ જણાવ્યું હતુ કે અમને એચ.એન. શુકલ કોલેજ દ્વારા ખૂબજ સારી તકો ઝડપવાનો મોકો મળ્યો છે. જેથી અમે ચૌધરી હાઈસ્કુલમાં જવેલરી તથા ટેટુનો સ્ટોલ કરેલ છે. લોકો અમારા સ્ટોલ પર આવીને અમારી જવેલરીની ખરીદી કરે ત્યારે ખૂબજ આનંદ થાય છે.
એચ.એન. શુકલ કોલેજનાં કાર્યક્રમમાં રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મેયર બિનાબેન આચાર્યના વરદ હસ્તે બિઝનેસ ફિએસ્ટાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વેપાર કુંભમાં સદગુરૂ મહિલા કોલેજ, કણસાગરા કોલેજ ધમસાણીયા કોલેજ, મહિલા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, કોટક સાયન્સ કોલેજ, જસાણી કોલેજ, કુંડલીયા કોલેજ, ડી.એચ. કોલેજ વગેરે કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ઈવેન્ટમાં ફુડ, જવેલરી, ગેમ, કલોથ, વગેરે જેવી આઈટમ્સના વિવિધ ૨૦૦થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. બિઝનેસ ફિએસ્ટામાં લોકોએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરની તકો: બિનાબેન આચાર્ય
અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે એચ.એન. શુકલ અને રાજકોટ શહેરની દસ કોલેજો દ્વારા બિઝનેસ ફિએસ્ટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટનાં તમામ વિદ્યાર્થીઓ યુવાનોને પોતાના પોટફોલીયો મુજબ તકો મળેલ છે. તેમને ભણતર સાથે ગણતર થશે અને આગળ વધશે તેમને નવુ વિઝન મળશે કે તમને કઈ દિશામાં આગળ વધવું છે. તેનો ખ્યાલ સ્પષ્ટ થશે. ત્યારે હું સંસ્થાને, આયોજકો, વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.
વિદ્યાર્થીઓની એન્ટર પ્રીન્યોરશીપ સ્કીલ ખીલી: ડો. રાહુલ ગુપ્તા
ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે આજરોજ એચ.એન. શુકલ કોલેજ દ્વારા બિઝનેસ ફિએસ્ટાનું ખૂબજ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને આવા આયોજનો થકી હું માનું છું કે કોલેજનાં વિદ્યાર્થીઓ, યુવાનોમાં એન્ટરપ્રીનીયર શિપ સ્કીલ અને બિઝનેસ એકસ્પટાઈઝ ચોકકસ પણે ડેવલપ થશે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં સૌથી વધુ યુવાનોની સંસ્થા આખા વિશ્વમાં સૌથી વધુ છે. આ યુવાનો ભારતને ત્યારે જ આગળ લાવશે જયારે તે એન્ટરપ્રિનીયોર બને. આ આયોજન કરવા બદલ તમામ સંસ્થા, આયોજકો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
ગુજરાત તો છે જ વેપારીઓની ભૂમી: મેહુલ રૂપાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન એચ.એન. શુકલ કોલેજના ડો.મેહુલ રૂપાણીએ જણાવ્યું હતુ કે કોલેજ દ્વારા સતત ચોથા વર્ષે બિઝનેસ ફિએસ્ટાનું આયોજન થઈ રહ્યું છે સૌરાષ્ટ્રએ વેપારીઓની ભૂમી છે તેથી ગુજરાતીઓ બિઝનેસમાં માહિર હોય જ છે. રાજકોટની દસ શૈક્ષણીક સંસ્થાઓ એ પ્રથમ વખત ભાગ લીધો છે. અને અંદાજે ૨૫૦ જેટલા સ્ટોલ અને ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ બધા વિદ્યાર્થીઓએ બે દિવસ પોતાની પ્રોડકટનું વેચાણ કરશે અમે એવી આશા વ્યકત કરીએ છીએ કે આ બે દિવસ દરેક સ્ટોલના વિદ્યાર્થીઓ મહતમ નફો કરે અને બિઝનેસના પાઠ શિખે વિદ્યાર્થીઓએ પોતાના વિઝીટીંગ કાર્ડ બનાવ્યા છે. ડ્રેસ કોર્ડ મેન્ટેઈન કર્યો છે.
પ્રેકટીકલ સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમનો ધ્યેય: નેહલ શુકલ
અબતક સાથેની વાતચીત દરમિયાન એચ.એન. શુકલ કોલેજના ડાયરેકટર નેહલ શુકલએ જણાવ્યું હતુ કે એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા છેલ્લા ૪ વર્ષથી એચ.એન. એસ બિઝનેસ ફિએસ્ટાનું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ વખતે શિક્ષણ જગતના લોકોનો એવો મત હતો કે રાજકોટની સમગ્ર કોલેજ માટે કંઈક કરવામાં આવે એટલે એચ.એન. શુકલ કોલેજ એ લીડ લઈ ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ અનુભવ મળે કે ખરેખર બિઝનેસ કેમ થાય. તેની મુશ્કેલી શું છે કેવી રીતે ગ્રાહકોને સાચવવા જોઈએ તેનું કોલેજ લેવલથી જ તેમને શિખવવામાં આવે તો આગળ જતા નાની મોટી ભૂલો નિવારી શકે. અને પોતાના બિઝનેસમાં સફળ થઈ શકે.
શિયાળામાં જેના વિના ન ચાલે તેવી ચાનો સ્ટોલ ખોલ્યો: હાર્દિક મકવાણા
અબતક સાથેની વાતચીત દરમિયાન એચ.એન. શુકલ કોલેજના વિદ્યાર્થી હાર્દિક મકવાણાએ જણાવ્યું હતુ કે અમે બિઝનેસ ફિએસ્ટામાં કનૈયા ટી સ્ટોલ કર્યો છે. અને ખૂબજ આનંદ થાય છે કે અમારી કોલેજ દ્વારા ખૂબજ સુંદર આયોજન કરેલ છે. અમને ટી સ્ટોલ કરવાનો વિચાર એટલે આવ્યો કે શિયાળો ચાલે છે. ત્યારે સૌને ચાની જરૂર હોય ત્યારે અમારો વેપાર વધુ થશે. તેથી અમે કરેલ છે. લગભગ ભરવાડ સમાજ ચાનો વેપાર કરતા હોય તેથી અમે એવો પહેરવેશ પહેરયો છે. અને ખૂબ જ આનંદ થાય છે. બે દિવસ આનંદ સાથે બિઝનેસ કરીશું.