કચ્છી મહેશ્ર્વરી સમાજ દ્વારા ૧૯મીએ મહાપુજા સહીતના આયોજનો
કચ્છી મહેશ્ર્વરી મેઘવાળ સમાજના મુન્દ્રા પાસેના બારાઇ ગામના ૮૫ વર્ષના ધર્મગુ‚ વેલજીભાઇ મેઘજીભાઇ મતિયાની દેહત્યાગની જાહેરાત સત્ય ઠરી છે આ જાહેરાત સામે વિજ્ઞાન જાથા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાન જાથા દ્વારા સંતો મહંતો અને ધર્મગુ‚ઓનો અવાબ નવાર વિરોધ થતો હોય છે ધર્મગુ‚ઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતોને
ભ્રમણા ફેલાવવાના કૃત્ય તરીકે ખપાવી દેવામાં આવે છે અલબત તાજેતરમાં મહેશ્ર્વરી મેઘવાળ સમાજના ધર્મગુ‚ની જાહેરાત સાચી ઠરતા જાથાને મનન કરવાનો સમય પાકી ગયો છે. આ મામલે હાલ વિજ્ઞાન જાથાએ ઉતાવળ કરી નાખી હોવાનું જણાઇ આવે છે. જાથાએ સમજવું પડશે કે કોઇપણ ધર્મના દરેક ધર્મગુ‚ ખોટા નથી હોતા. જાથાના આક્ષેપોના કારણે ઘણી વખત સાચા ધર્મગુ‚ઓને પણ મુશ્કેલી સર્જાય છે. હાલ મહેશ્ર્વરી સમાજે ધાર્મિક લાગણી દુભાઇ હોવાના કારણે વિજ્ઞાન જાથા સામે ૧ર કેસ કરવામાં આવ્યા છે. જાથા સામે કચ્છી મહેશ્ર્વરી મેઘવાળ સમાજના આગેવાનો નારાજ છે. દરમીયાન રાજકોટના શ્રી કચ્છી મહેશ્ર્વરી સમાજ દ્વારા પરમપૂજય વેલજીભાઇ મતીયા દેવ થયા તે નીમીતે ગણેશનગર લાતી પ્લોટ-૧૧ મોરબી રોડ રાજકોટ ખાતે તા. ૧૯ એપ્રિલના રોજ મહાપુજા સાંજે ૬ કલાકે તેમજ મહાપ્રસાદનું આયોજન સાંજે ૮ કલાકે કરવામાં આવ્યું છે. ધર્મગુ‚ હિરાભાઇ જુમાભાઇ માતંગ, કાનજી મહારાજ, પુનમભાઇ ધેડા, જમનાદાસભાઇ વિસરીયા, હરેશભાઇ દેવરીયા, હરેશભાઇ થા‚, નરશીભાઇ ભોંયા, ભરતભાઇ વિસરીયા, પ્રેમજીભાઇ વિસરીયા, રાહુલભાઇ માતંગ, ભવનભાઇ ફફલ, જીવરાજભાઇ નીંજણ અને યુવા અગ્રણી ભાવેશભાઇ વિસરીયા તેમજ કચ્છી મહેશ્ર્વરી યુવા સંગઠન જહેમત ઉઠાવી રહ્યા છે.