એચએન શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા શનિ-રવિ બે દિવસીય આયોજન: ૨૫૦થી વધુ સ્ટોલની ૧ લાખ લોકો મુલાકાત લેશે: શહેર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે: હોદ્દેદારો ‘અબતક’ના આંગણે
એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ, સદગુરુ દેવશ્રી રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ, સ્વ.એમ.જે.કુંડલીયા ઈંગ્લીશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજ, સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ સિટી તથા આરએમસીના સંયુકત ઉપક્રમે તા.૨/૨/૨૦૧૯ અને તા.૩/૨/૨૦૧૯ના રોજ “બિઝનેસ ફિએસ્ટા-૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯ વાગ્યાથી સાંજના ૧૦ વાગ્યા સુધી બે દિવસીય આયોજન કરવામાં આવેલ છે.
આ બિઝનેસ ફિએસ્ટાની થીમ અચ્છે દિનો કી શ‚આત એ હેતુથી રાખવામાં આવેલી છે કે, આજની યુવા પેઢી દરેક કાર્ય કરવા માટે સક્ષમ છે પણ તેને એક પ્લેટફોર્મની જ‚ર છે કે જેની મદદથી તેઓ પોતાના કાર્યો સફળ રીતે પૂર્ણ કરી શકે અને ધારેલી સફળતા હાંસલ કરી શકે ત્યારે “એચ.એન.એસ. બિઝનેસ ફિએસ્ટા-૨૦૧૯ વિદ્યાર્થીઓને એક સફળ એન્ટરપ્રીન્યર અને એક સફળ બિઝનેસમેન બનવાની તાલીમ પૂરી પાડી રહ્યું છે.
આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સફળ એન્ટરપ્રીન્યર બની દેશમાં રોજગારીની નવી તકો લઈ આવશે, બેરોજગારી દૂર કરશે, તો આ બિઝનેસ ફિએસ્ટા દેશને માટે “અચ્છે દિનો કી શ‚આત તરફનું એક પગલું છે. રાજકોટની નામાંકિત કાલેજ જેવી કે, સદગુરુ મહિલા કોલેજ, કણસાગરા કોલેજ, ધમસાણીયા કોલેજ, મહિલા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, કોટક સાયન્સ કોલેજ, જસાણી કોલેજ, કુંડલીયા કોલેજ, ડી.એચ.કોલેજ વગેરે કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.
આ બિઝનેસ ફિએસ્ટા માટે આશરે ૨૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. જેમાં એચ.એન.શુકલ, સદગુરુ મહિલા કોલેજના વિદ્યાર્થીઓ આશરે ૧૫૦ સ્ટોલ તેમજ રાજકોટ શહેરની અન્ય નામાંકિત કોલેજીસના આશરે ૧૦૦ સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. આ બિઝનેસ ફિએસ્ટામાં શહેરની વિવિધ કોલેજીસના આશરે ૧ લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે.
આ બિઝનેસ ફિએસ્ટા અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની મહેનતને બિરદાવવા અંજલીબેન ‚પાણી (મહિલા અગ્રણી), બીનાબેન આચાર્ય, નીલામ્બરીબેન દવે, રાહુલ ગુપ્તા, બંછાનિધિ પાની, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ઉદયભાઈ કાનગડ, અશ્વિનભાઈ મોલિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહી આ બિઝનેસ ફિએસ્ટાની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
આ બિઝનેસ ફિએસ્ટાને સફળ બનાવવા કોલેજના પ્રેસિડેન્ટ ડો.નેહલ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ ‚પાણી અને કેમ્પસ ડાયરેકટર સંજય વાઘરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડ અયુબ ખાન, ડો.કલ્પિત સંઘવી, નવીનભાઈ, કરિશ્મા ‚પાણી, જયેશ પટેલ, શ્રદ્ધા કલ્યાણી, ચંદ્રિકા ભગોરા, ધારા સરવૈયા, મેહુલ ચોરસિયા, રીતેશ ગણાત્રા, વૃંદા જાની, નીતિન પોપટ તથા સ્ટાફ મેમ્બર્સ ક્રિષ્ના ઝાંઝમેરીયા, હેતલ ‚પારેલીયા, ચાર્મી લિયા, દર્શન રાવલ, જય ગોસ્વામી તેમજ સદગુરુ મહિલા કોલેજના પ્રિન્સીપાલ અર્જુનસિંહ રાણા અને ઓફીસ સુપ્રીન્ડેન્ટ અમિતભાઈ જોષી જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ બિઝનેસ ફિએસ્ટા મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ જેવી થીમથી નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પ્રવૃતિઓ કરવામાં આવે તે દરેક પ્રવૃતિઓ વિદ્યાર્થી પોતાના સ્ટોલ માટે કરશે. પ્રોડકટ સિલેકટ કરવાથી માંડીને તેને લગતી દરેક પ્રમોશનલ એકટીવીટી સોશ્યલ મીડિયા પર કરશે તેમજ પ્રોડકટસ વેચવા માટેની સ્ટ્રેટેજી પણ ઘડશે, ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના વીઝીંટીંગ કાર્ડ પણ બનાવશે.
આ બિઝનેસ ફિએસ્ટામાં હેન્ડીક્રાફટ, મોબાઈલ એસેસરીઝ, લાઈવ કેક શો, ફેશન ઝોન, ઈમિટેશન જવેલરી, કાર્ડ્સ એન્ડ ગીફટસ, હોમ ડેકોરેશન એસેસરીઝ, ડીઝાઈનર જવેલરી, ફૂડ ઝોન, ગર્લ્સ, બોયઝ એસેસરીઝ, ગેમ ઝોન, કોલ્ડ્રીંકસ, આયુર્વેદિક મેડીસીન, નાઈટ્રોજન બિસ્કીટ, મહેંદી એન્ડ ટેટુ, આઈસ્ક્રીમ એન્ડ શેઈક, હેલ્થ કેર પ્રોડકટસ, નેટવર્ક માર્કેટીંગ વગેરે જેવા સ્ટોલ ઉભા કરાયા છે. બિઝનેસ ફિએસ્ટાને સફળ બનાવવા હોદ્દેદારો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.