નોલેજ શેરીંગ સેન્ટર હેઠળ વિવિધ કોમર્સ કોલેજોના છાત્રોને મેનેજમેન્ટ વિષયનાં નિષ્ણાંતોએ આપ્યું માર્ગદર્શન

ગાર્ડી વિદ્યાપીઠમાં મેનેજમેન્ટના છાત્રો માટે એમ.એચ.ગાર્ડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા નોલેજ શેરીંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા શહેર અને આસપાસના શહેરોની વિવિધ કોમર્સ તેમજ મેનેજમેન્ટ કોલેજના અંડર ગ્રેજયુએટ છાત્રો માટે મેનેજમેન્ટ ક્ષેત્રના માંધાતાઓ સાથે સંવાદ અને વિવિધ મેનેજમેન્ટને લગતા ટોપીક પર ચર્ચા, સેમીનાર, વર્કશોપ અને લેકચરના આયોજન સમયાંતરે કરવામાં આવે છે. તાજેતરમાં નોલેજ શેરીંગ સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.બીએ ભવનના ડિન, પ્રોફેસર ડો.સંજય ભાયાણી અને ઈન્ડિયા માર્ટ ઈન્ટર મેશ લી.ના અમદાવાદના બ્રાંચ મેનેજર વિશાલ તિવારી દ્વારા મેનેજમેન્ટના વિષયો પર એકસપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેશનમાં રાજકોટ શહેરની જાણીતી જે.જે.કુંડલીયા આર્ટસ અને કોમર્સ કોલેજ, ગીતાંજલી કોલેજ તેમજ કુ.એમ.એચ.ગાર્ડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના છાત્રોએ હાજર રહી, તજજ્ઞોના જ્ઞાન અને અનુભવનો લાભ લીધો હતો. કાર્યક્રમની શ‚આત મહેમાનોના શાબ્દિક સ્વાગત અને પરિચયથી કરાઈ હતી. જેમાં વિશાલ તિવારીનો પરિચય સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતાએ જયારે ડો.સંજય ભાયાણીનો પરિચય સંસ્થાના વાઈસ ચેરમેન કિરણ શાહ દ્વારા અપાયો હતો. પ્રથમ સેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ભવનના ડિન અને પ્રોફેસર ડો.સંજય ભાયાણી કે જેઓને ૨૫ વર્ષથી વધુનો અનુભવ છે. તેઓએ નિડ એન્ડ ઈમર્જન્સ ઓફ નેક્ષટ જનરેશન મેનેજમેન્ટ લિડર એન ઈન્સપાયરીંગ ઈન્ટલેકચ્યુલ મીટ વિથ મેનેજમેન્ટ સ્ટુડન્ટસ વિષય પર પોતાનું વકતવ્ય આપ્યું હતું. તેમના પ્રેઝન્ટેશનમાં તેમણે આવનાર પેઢીના મેનેજમેન્ટ લીડર એટલે શું, જનરેશન એટલે શું, ફેકટર્સ ઓફ ડિફરન્સીએશન, વેલ્યુ કોન્ફલીકટ, નેકસટ જનરેશન ઈમજીગ વેલ્યુ, મીલેન્ચલ, એટ્રીબ્યુટ, મેનેજરીયલ ડેવલપમેન્ટ ઈમ્પલીકેશન, ઈકોનોમિક કોન્કલેવ ઓફ યંગ લીડર્સ અને ડેવલપીંગ નેકસટ જનરેશન મેનેજમેન્ટ લીડર્સ વિષયને આવરી પોતાનું વકતવ્ય રજુ કરેલ.

ત્યારબાદ બીજા સેશનમાં જાણીતી ઓનલાઈન કંપની ઈન્ડિયા માર્ટ ઈન્ટરનેશનલ મેશ લી.ના અમદાવાદ ખાતેના બ્રાંચ મેનેજર વિશાલ તિવારી કે જેઓ આ ક્ષેત્રમાં છેલ્લા ૭ કરતા વધુ વર્ષોથી કાર્યરત છે. તેમણે બ્રીજીંગ ધ ગેપ બીટવીન ચેલેંજીસ એન્ડ ઓપર્ચયુનિટીસ ફોર યંગ મેનેજમેન્ટ સ્ટુડન્ટસ ઈન ઓનલાઈન માર્કેટપ્લેસ વિષય પર તેમના અનુભવોનો નિચોડ રજુ કર્યો હતો. તેમના વકતવ્યમાં તેમણે ઓનલાઈન માર્કેટપ્લેસ, અન્ડરસ્ટેન્ડીંગ ધ મીલેનીયલ, મીલેનીયલ એટ વર્ક પ્લેસ, જર્ની ઓફ ફ્રેશર ટુ પ્રીફર, ઓર્ગેનીક અને ઈનઓર્ગેનીક સર્ચ અને તમે સ્માર્ટ ગુગલ યુઝર બનો જેવા ટોપીકોને છાત્રો વચ્ચે રસપ્રદ રીતે રજુ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.ટીંકલ શુકલએ કર્યું હતું.જયારે કોલેજો અને એકસપર્ટ સાથે સંકલન, સંસ્થાના આઈઆઈઆરના હેડ મૌલિક ચૌહાણ દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતમાં એમબીએના હેડ પ્રો.સમીર ધોળકિયાએ આભારદર્શન કર્યું હતું.

આ એકસપર્ટ સેશનના સફળ આયોજન બદલ નોલેજ શેરીંગ સેન્ટરની સમગ્ર ટીમને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટના ડિરેકટર ડો.વિશાલ સોની દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ બંને મહેમાનોને તેમના સહયોગ બદલ આભાર વ્યકત કરાયો હતો અને કાર્યક્રમના અંતમાં સંસ્થા દ્વારા તેમને મોમેન્ટો અર્પણ કરી તેઓનું બહુમાન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.