રાજકોટ રીક્ષા એસોસિએશન દ્વારા કલકેટરને આવેદન
એક સાથે ૧૫૦ થી ૨૦૦ રીક્ષા ચાલકોને રૂપિયા ૧૮ થી ૩૦ હજાર સુધીનો દંડ
શહેરનાં ભૂતખાના ચોક નજીક આવેલા બસ સ્ટેન્ડ પાસે આજે રીક્ષા ચાલકો એકત્ર થયા હતા રીક્ષા ચાલકોએ પોતાની સમસ્યા અને માંગને લઈને કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી.
ભૂતખાના નજીક આવેલા બસ સ્ટેન્ડની નવા રૂપરંગ સાથે પૂન: શરૂઆત કરવામાં આવી છે. મુસાફરોનાં ઘસારા અને ટ્રાફીકની સમસ્યાને પહોચી વળવા, આ બસ સ્ટેશનનું સુવિધા સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેમ છતાં અનેક વખતની રજૂઆત છતા આ નવીનીકરણ કરાયેલા બસ સ્ટેન્ડમાં હાલ રીક્ષા સ્ટેન્ડ માટે જરા પણ સુવિધા નથી રીક્ષા ચાલકોની આ મુશ્કેલીને લઈને આજે બસ સ્ટેન્ડ નજીક રોજીરોટી રળવા દિવસ-રાત મહેનત કરતા રીક્ષા ચાલકો સુવિધાથી વંચિત હોવા છતાં મુસાફરો માટે ઉભા હતા અને એક સાથે ૧૫૦થી ૨૦૦ જેટલા રીક્ષા વાળાને આરટીઓ દ્વારા મસમોટા મેમા આપી દેવામાં આવ્યા હતા દરેક રીક્ષા ચાલકોને એક કે બે હજાર નહીં પણ ૧૮ થી ૩૦ હજાર જેટલા મેમા આપી દંડ કરવામાં આવ્યા હતા.
આ દરેક વાતને લઈને આજે રાજકોટ રીક્ષા એસોસીએશનના પ્રમુખ હુસેનભાઈ સૈયદે આ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતુ કે, તેમને રીક્ષા ચાલકોનો ફોન આવ્યો કે એક સાથે ૧૫૦ થી ૨૦૦ રીક્ષા ચાલકોને ૧૮ થી ૩૦ હજાર સુધીના મેમા આપ્યા છે. તો તમે જલ્દી આવો નવા બસ સ્ટેન્ડ પાસે એકઠા થયેલા રીક્ષા ચાલકો પાસે પ્રમુખ પહોચી ગયા હતા અને સમગ્ર રજૂઆત સાંભળી હતી. પ્રમુખે જણાવ્યું હતુ કે રીક્ષા ચાલકોની માંગને આર.ટીઓ અને કમિશનર ધારે તો રીક્ષાઓ છોડાવી શકે તેમ છે. તેઓએ કહ્યું હતુકે એક તરફ ચૂંટણીનો માહોલ અને આજે રીક્ષા ચાલકો પર આવી પડેલી આ મુશ્કેલી તેમ છતા અમે પોલીસ કમિશનર તેમજ આરટીઓ સાથે બેસીને આ અગે ઉશ્કેરાટ ન થાય તેવા પ્રયત્નો કરીશું, પોલીસ સાથે એક બેઠક કરીનેચાલકોને તેની રોજીરોટી પાછી મળે અને ઓછામાં ઓછો દંડ કરવાની પ્રાયોરીટી સાથે મળીશું.
પ્રમુખ હુસેન સૈયદે વધુમાં એમ પણ જણાવ્યું હતુકે, અમે આ અગાઉ નવા બસ સ્ટેન્ડમાં રીક્ષા સ્ટેન્ડ માટે એસ.પી. ચાવડાને રજૂઆત કરી હતી અને બાદમાં પોલીસને સાથે રાખી ત્યાં અભ્યાસ પણ કર્યો હતો. કે રીક્ષા સ્ટેન્ડ બનાવી શકાય છે કે કેમ? તેમ ચતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવી અને હાલમાં તૈયાર થયેલા બસ સ્ટેન્ડમાં બસ કરતા કોમર્શિયલ બિલ્ડીંગને વધારે અગ્રતા આપવામાં આવી છે. સુવિધાથી વંચિત રીક્ષા ચાલકોને ન્યાય આપવા કરતા પૈસા કમાવાના ધ્યેય સાથે બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરાયું છે.
રાજકોટ રીક્ષા એસોસીએશન દ્વારા પ્રમુખ હૂસેન સૈયદને સાથે રાખીને રીક્ષા ચાલકોએ કલેકટરને આવેદન પાઠવી રીક્ષા સ્ટેન્ડ આપવા, તથા ફાળવામાં આવેલા મેમાનો દંડ ઓછો કરી રીક્ષા ચાલકોનું હિત જળવાય રહે તેવી માંગ કરી છે.
બસ પોર્ટમાં રિક્ષા માટે જગ્યા આપો
ભૂપેન્દ્ર રોડ નજીક તૈયાર કરવામાં આવેલા એસ.ટી. સ્ટેન્ડના નવીનીકરણને લઇને રાજકોટ રીક્ષા એસો. ના પ્રમુખ હુસેન સૈયદે જણાવ્યું હતું કે બસ પોર્ટમાં રિક્ષા માટે જગ્યા આપો. જેથી રીક્ષા ચાલકોની રોજીરોટીને ન્યાય મળે અને રીક્ષા ચાલકોને ફટકારવામાં આવેલા મેમોમાં દંડની રકમ ઘટાડી આપો. તેવી રજુઆત કરવામાં આવી છે.