એસ.ટી. ડ્રાઈવરની અવળચંડાઈ
ગોંડલ ને બાયપાસ કરી બારોબાર દોડતી એસ.ટી બસો સામે ધારાસભ્ય એ અભિયાન છેડી છેક ગાંધીનગર રજુઆત થયા બાદ પણ કેટલાક ડ્રાઇવરો ની મનમાની યથાવત રહેવા પામીછે.સતાધાર ધ્રાંગધ્રા બસ નાં ડ્રાઇવર ની તુમાખી દાખવતી ઘટના સામે આવી છે.સહજાનંદ નગર નાં યુવા આગેવાન દશરથસિહ જાડેજા ના પરીવાર ને ધ્રાંગધ્રા જવાનું હોય કોલેજ ચોક બસ સ્ટોપ પર ઉભા હતા.
દરમિયાન જીજે 18 ઝેડ 6455 નંબર ની સતાધાર ધ્રાંગધ્રા રુટ ની બસ પસાર થતા દશરથસિહ સહિત અન્ય મુસાફરો એ બસ થોભાવવા હાથ ઉચા કર્યો હતા. જગ્યા હોવા છતા ડ્રાઇવરે બસ નહી થોભાવતા દશરથસિહે પીછો કરી જીનપ્લોટ પાસે બસ આંતરી ડ્રાઇવર ને બસ કેમ ઉભી નહી રાખી તેવુ પુછતા પહેલા તો ડ્રાઇવરે પેસેન્જર નહી હોવાનુ જણાવતા દશરથસિહે મારા પરીવાર સહિત અન્ય પેસેન્જરો ઉભા હતા અને બસ ને રોકવા હાથ પણ ઉચા કર્યા નું જણાવતાં ડ્રાઇવરે મગજ ગુમાવી તુમાખી દાખવી કહ્યુ કે ગોંડલ માં લુખ્ખાગીરી અને દાદાગીરી જ ચાલે છે.
ગમે ત્યાં બસ ઉભી નહી રહે.આમ કહી બસ ભગાડી હતી.ધ્રાંગધ્રા જવા માટે સાંજ ની આ છેલ્લી બસ હોય નહી થોભતા દશરથસિહ જાડેજા નો પરીવાર પરેશાન બન્યો હતો.
કોલેજ ચોક મા એસ.ટી નો સતાવાર સ્ટોપ હોવા છતા માત્ર ને માત્ર ડ્રાઇવર ની મનમાની નો ભોગ મુસાફરો બન્યા હોય આ ધોરાજી ડેપોની બસ હોય ડેપો મેનેજર પી.એ.ડાંગર સાથે વાત કરતા તેમણે મને ગોંડલ ની હકીકત મળી છે.તપાસ કરી ડ્રાઇવર સામે પગલા લેવાશે તેવુ જણાવ્યું હતુ.