હળવદની એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ વિધાર્થીઓને લઇને રાજકોટથી પરત ફરતી વેળાએ ગંભીર અકસ્માત સર્જાયો… રાજકોટ નર્સિંગની પ્રેક્ટિકલ પરીક્ષા આપી પરત ફરતી વેળાએ બનેલી ઘટના :
3 વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ ખસેડાઇ હળવદ નર્સિંગ કોલેજ ની બસ મીતાણા છતર નજીક પલ્ટી જતા 18 વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ટંકારા ખસેડવામાં આવ્યા છે જેમાં ત્રણેક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાથી રાજકોટ ખસેડાયા છે.