મોરબીમાં યુવા ઉદ્યોગપતિની કારમાં અચાનક આગ લાગતા કાર બળી ને ભસ્મીભૂત થઈ હતી જો કે કાર ચાલક અને ઉદ્યોગપતિનો આબાદ બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ શનિવારે સિરામીક ઉદ્યોગપતિ મૌલિકભાઈ પટેલ પીપળીયા ચોકડી થી મોરબી તરફ પોતાની કાર સ્કોડા રેપીડ કાર નંબર જીજે ૩ ઈએલ ૮૨૫૧ મા પોતાના ડ્રાઈવર જાવેદખાન સાથે આવી રહ્યા હતા ત્યારે બરવાળા- ખાખરાળા ગામ ની વચ્ચે તેની કાર મા ગંધ આવતા લેક્ષસ સિરામીક ના પાર્ટનર મૌલિકભાઈએ ડ્રાઈવર જાવેદખાનને નીચે ઉતરી કારનુ બોનેટ ખોલી તપાસ કરવાનુ કહ્યુ હતું.કારનું બોનેટ ખોલતા જ ડ્રાઈવરે અંદર આગ લાગી હોવાનુ કાર માલીક મૌલિકભાઈ ને જણાવતા બન્ને કાર માંથી ઉતરી રોડની સાઇડ મા કાર પાર્ક કરી બહાર નિકળી જતા ચમત્કારિક બચાવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં સ્કોડા રેપીડ કાર આગ મા બળી ને ભસ્મી ભૂત થઈ ગઈ હતી.સિરામીક વેપારી મૌલીકભાઈ ની સમય સૂચકતાથી સદભાગ્યે બંન્ને સહી સલામત બહાર આવી જતા પરીવારજનો અને મિત્રો એ હાશકારો લીધો હતો.